

મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી છે. મહીસાગરના બાલાસિનોરમાં આવેલ એક હોટલમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું. ધર્મ પરિવર્તન કરનારાના લોકોનો દાવો છે કે ધર્મ પરિવર્તન માટે એક મહિના અગાઉ જિલ્લા કલેકટર પાસે પરમિશન માંગવામાં આવી હતી. કોઈપણ પ્રકારના લોભ લાલચમાં ના આવી અને સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું લોકોનું કહેવું છે.
એકસાથે 45 લોકોએ પોતાનો ધર્મ બદલાવ્યો
મહીસાગર પંથકમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં આ તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી હતી. મહીસાગર, પંચમહાલ અને ખેડા ત્રણ જિલ્લાના કુલ 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ધર્મ પરિવર્તના માટે લોકોએ પહેલા કલેક્ટરને અરજી કરી હોવાની પણ સામે આવ્યું છે.
કલેક્ટરને કરી હતી અરજી
મહીસાગરના ખેડા, બાલાસિનોર અને પંચમહાલના લોકોએ ધર્મ પરિવર્તન કરવા 1 મહિના અગાઉ કલેક્ટરને અરજી કરી હતી. જોકે કલેક્ટરે કોઈ જવાબ ન આપતા તમામ લોકોએ ધર્મપરિવર્તન કર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. આ તમામ 45 લોકોએ બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસ પર ધર્મ પરિવર્તન કર્યુ છે.