ગુજરાતટોપ ન્યૂઝશતાબ્દી મહોત્સવ

શતાબ્દી મહોત્સવમાં તમામ લોકો માટે માસ્ક ફરજિયાત, બિમાર દર્શનાથીઓ પ્રવેશ નહીં કરી શકે

Text To Speech

અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો તેમજ ત્યાં સેવા આપી રહેલા તમામ કાર્યકરો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઉપરાંત જે દર્શનાર્થીઓ બિમાર હોય તેઓએ કાર્યક્રમમાં સ્વૈચ્છિક રીતે ન પ્રવેશવા જણાવવામાં આવ્યું છે.

ગાઈડલાઈનમાં શું જણાવવામાં આવ્યું છે ?

પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈન મુજબ પ્રવેશવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ ગાઈડલાઈન નીચે મુજબ છે.

કોરોનાના વધતા કેસને લઈ નિર્ણય લેવાયો

ઉલ્લેખનીય છે કે, હાલ ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં હજુ સ્થિતિ મજબૂત છે ત્યારે સાવચેતી રાખવા માટે સરકાર દ્વારા અનેક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેના પગલે આજે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રવેશવા માટે ગાઈડલાઈન બહાર પડવામાં આવી છે.

Back to top button