ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

HMPV ને લઈ રાજ્યમાં શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા, વાલીઓને કરવામાં આવી આ અપીલ

અમદાવાદ, તા.9 જાન્યુઆરી, 2025ઃ ગુજરાતમાં એચએમપીવી ના બે કેસ નોંધાયા છે. આ વાયરસ બાળકોને આસાનીથી શિકાર બનાવી શકે છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતની કેટલીક શાળાઓમાં સેફ્ટીના ભાગરૂપે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. જો વિદ્યાર્થીઓમાં શરદી-ખાંસીના લક્ષણો દેખાય તો વાલીઓને શાળાએ ન મોકલવા વિનંતી કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર ગાઇડનલાઇન જાહેર કરવામાં આવી નથી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિવિલ સત્તાવાળાઓ દ્વારા 15 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દવા, સ્ટાફ, ટેસ્ટિંગ કિટ વગેરેની વ્યવસ્થા કરવમાં આવી છે. આ ઉપરાંત તમામ જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓક્સિજન માટેની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.

 HMPV વિશે જાણવા જેવી બાબતો

– HMPV અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.

– વર્ષ ૨૦૦૧થી આ વાયરસની ઓળખ થયેલ છે.

– આ વાયરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

HMPVના લક્ષણો દેખાય તો શું કરવું (Do’s) ?

– જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.

– નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

– ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.

– તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

– વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.

– પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

– બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.

– શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

HMPVના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don’ts):

– આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.

– ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.

– જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો

આ પણ વાંચોઃ તિરુપતિથી લઈ વૈષ્ણોદેવી, જાણો ક્યારે ક્યારે બની ભાગદોડની ઘટના

Back to top button