મારુતિ 800 પર લગાવ્યા 24 ડ્રમ! ડ્રાઈવરની આ કરતૂતથી લોકો થયા ગુસ્સે, જૂઓ વીડિયો


HD ન્યૂઝ ડેસ્ક, 11 નવેમ્બર: દુનિયાભરમાં જુગાડબાઝની કોઈ કમી નથી. આજકાલ, લોકો તેમના રોજિંદા કામ દરમિયાન જાણતા-અજાણતા કંઈક એવું કરે છે, જે એક અદ્ભુત સાહસ જેવું લાગે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મારુતિ સુઝુકી 800 કારની છત પર એક કે બે નહીં પરંતુ બે ડઝન પ્લાસ્ટિકના ડ્રમ બાંધીને લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્ય એવું છે કે લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ જોયો છે.
જૂઓ આ વીડિયો
View this post on Instagram
આ નજારો પહેલા ક્યારેય જોયો નહીં હોય
મારુતિ-800 એક નાનકડી ફેમિલી કાર છે, જે સામાન લાદવા માટે બની નથી, તેમ છતાં જો કોઈ નક્કી કરી લે તો તેના પર થોડો સામાન લાદી શકે છે, પરંતુ આ સજ્જને તો હદ જ વટાવી દીધી છે. મારુતિ કારની છત પર પ્લાસ્ટિકના આટલા મોટા ડ્રમ રાખવાનો વિચાર કલ્પના બહારનો હતો. અહીં કારની છત પર આખા 24 ડ્રમ લોડ કરવામાં આવ્યા છે. જે બાદ આ કાર રસ્તા પર દોડતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, જેણે પણ આ દ્રશ્ય જોયું તે સ્તબ્ધ થઈ ગયા અને જ્યારે તેનો વીડિયો બનાવવામાં આવ્યો ત્યારે તે વાયરલ થઈ ગયો જેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
લોકોએ નારાજગી વ્યક્ત કરી
ઉલ્લેખનીય છે કે, આ વીડિયો પર આવનારી કોમેન્ટ્સ પણ ઘણી રસપ્રદ છે. એક યુઝરે લખ્યું છે કે, “આ જોઈને હવે મારુતિ-800નું નામ બદલીને મારુતિ-8000 કરવું જોઈએ.” કોઈએ પૂછ્યું કે, “આ કાર છે કે લારી?” અન્ય એક યુઝરે લખ્યું કે, “જો ટ્રાફિક પોલીસના હાથે પકડાશે તો તેણે કારની કિંમત કરતાં પણ વધુ ચલણ ભરવું પડશે.” આ વીડિયોને જોયા બાદ ઘણા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, “આ ખૂબ જ ખતરનાક છે અને ટ્રાફિક પોલીસે આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.” જો કે આ વાત સાચી છે, પરંતુ આ રીતે રસ્તા પર વાહન ચલાવવાથી વાહનચાલકના જીવ માટે તો ખતરો છે જ, પરંતુ અકસ્માતના કિસ્સામાં અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાઇ છે.