મારુતિએ આપ્યો ગ્રાહકોને ઝટકોઃ જાણો ક્યારથી વધશે કિંમતો?
મારુતિ સુઝુકી ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે એક ખરાબ સમાચાર છે. કેમકે મારુતિ સુઝુકી તેની ગાડીઓની કિંમતોમાં વધારો કરવા જઇ રહી છે. કંપનીએ જણાવ્યુ કે તમામ સેક્ટરમાં વધી રહેલી મોંઘવારીના કારણે ખર્ચા વધી રહ્યા છે અને આ કારણે ગાડીઓની કિંમત વધારવાની ફરજ પડી છે.
ડિસેમ્બર સુધી છે ખરીદવાનો મોકો
મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડે 2 ડિસેમ્બરે કહ્યુ કે જાન્યુઆરી 2023થી તે પોતાના તમામ મોડલની કિંમતોમાં વધારો કરશે. તેનો અર્થ એ છે કે મારુતિ કાર ખરીદવા ઇચ્છતા લોકો પાસે ડિસેમ્બર સુધીનો સમય છે. કંપનીએ જણાવ્યુ કે તે તમામ મોડેલોની કિંમતોમાં અલગ અલગ પ્રાઇઝ હાઇક કરશે.
કેટલા ટકાનો થશે વધારો
તમામ સેક્ટરમાં વધી રહેલી મોંઘવારીના કારણે ખર્ચાઓ વધી રહ્યા છે અને આ દબાણના લીધે પોતાની ગાડીઓની કિંમતો વધારવા મજબુર છે તેવુ મારુતિના અધિકારીઓએ જણાવ્યુ છે. જોકે હજુ કઇ ગાડીમાં કેટલો વધારો થશે તે જણાવાયુ નથી.
2022માં થયુ રેકોર્ડ બ્રેક વેચાણ
કાર કંપનીઓ માટે નવેમ્બર 2022 અત્યાર સુધીનો સૌથી સારો મહિનો રહ્યો છે. તહેવારોની સીઝન ખતમ થયા બાદ પર્સનલ ઉપયોગ માટે વાહનોની માંગ મજબુત બની હતી. વર્ષ 2022માં કાર કંપનીઓને રેકોર્ડ બ્રેક ફાયદો થયો હતો.
આ પણ વાંચોઃ મોડે મોડે હવે સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડે લગાવ્યો શારીરિક શોષણનો ગંભીર આરોપ, જાણો કોણ છે આ