ટ્રેન્ડિંગધર્મ

2025માં મંગળ સાત વખત રાશિ બદલશે, આ લોકોને થશે ફાયદો

  • 2025માં મંગળ સાત વખત રાશિ બદલશે. 23 જાન્યુઆરીથી મંગળનો આ રાશિનો ફેરફાર શરૂ થશે, તે કેટલીક રાશિને શુભ તો કેટલીક રાશિને અશુભ ફળ આપશે

HD ન્યુઝ ડેસ્કઃ  મંગળ ગ્રહ 23 જાન્યુઆરી, 2025ના રોજ વક્રી ગતિથી કર્ક રાશિમાં ગોચર કરશે. 23 જાન્યુઆરી 2025ના રોજ જ મિથુન રાશિમાં વક્રી ગતિથી પ્રવેશ કરશે. મંગળ 24મી ફેબ્રુઆરી સોમવાર સુધી મિથુન રાશિમાં વક્રી ગતિથી ગોચર કરશે અને 24મી ફેબ્રુઆરીએ મંગળ મિથુન રાશિમાં માર્ગી થશે. 7 એપ્રિલ, 2025 સુધી મંગળ મિથુન રાશિમાં જ રહેશે.

મિથુન રાશિમાં મંગળનું ગોચર

23 જાન્યુઆરી 2025 થી 7 એપ્રિલ 2025, સોમવારે સાંજે 4:33 સુધી મિથુન રાશિમાં રહેશે.

કર્ક રાશિમાં મંગળનું ગોચર

7 એપ્રિલ 2025, સોમવારના રોજ 04:33 PMથી 9 જૂન, સોમવાર, 2025 ના રોજ 9:09 PM સુધી.

સિંહ રાશિમાં મંગળનું ગોચર

9 જૂન 2025, સોમવારના રોજ રાત્રે 9:09 થી31 જુલાઈ, ગુરુવાર, 2025ના રોજ સવારે 6:09 સુધી.

કન્યા રાશિમાં મંગળનું ગોચર

31 જુલાઈ 2025, ગુરુવારના રોજ સવારે 6:09થી સોમવાર, 15 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 10:01 વાગ્યા સુધી.

તુલા રાશિમાં મંગળનું ગોચર

15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ રાત્રે 10:01 થી મંગળવાર, 28 ઓક્ટોબર 2025 ના રોજ સાંજે 4:24 સુધી. તે પછી વૃશ્ચિક રાશિમાં.

2025માં  મંગળ સાત વખત રાશિ બદલશે, આ લોકોને થશે ફાયદો hum dekhenge news

વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર

28 ઓક્ટોબર 2025, મંગળવારના રોજ સાંજે 4:24થી રવિવાર, 7 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 2:37 સુધી તે ધનુરાશિમાં રહેશે.

ધનુરાશિમાં મંગળનું ગોચર

ધનુરાશિમાં 7 ડિસેમ્બર 2025, રવિવારના રોજ 2:37 થી ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026 ના રોજ 12:45 સુધી.

મંગળ ગોચરનો પ્રભાવ

મંગળ નવા વર્ષ 2025માં એક રાશિમાંથી બીજી રાશિમાં ઘણી વખત પ્રવેશ કરશે. મંગળ ગોચરની અસર કેટલીક રાશિઓ માટે શુભ અને અન્ય રાશિઓ માટે અશુભ રહેશે. વર્ષ 2025માં મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ લાભદાયક રહેશે. મંગળ આ બંને રાશિનો શાસક ગ્રહ પણ છે. આ રાશિના લોકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ, કારકિર્દીમાં પ્રગતિ અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ સિવાય મંગળ કુંભ, મીન, વૃષભ, તુલા, ધનુ, કન્યા, મકર, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. જો કે મિથુન રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળની શત્રુ રાશિ મિથુન રાશિ છે.

આ પણ વાંચોઃ 2025માં શનિ, ગુરૂ અને રાહુ-કેતુની ચાલ બદલવાથી આ રાશિના લોકોને લાભ

આ પણ વાંચોઃ મહાકુંભ 2025: હનુમાન મંદિર કોરિડોર અને પાકા ઘાટની સેલ્ફી બની લોકપ્રિય, મુલાકાતીઓની ભીડ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button