ટ્રેન્ડિંગધર્મ

નવા વર્ષના રાજા હશે મંગળ, 9 એપ્રિલથી આ રાશિઓનું ભાગ્ય પલટાશે

  • વૈદિક જ્યોતિષ અનુસાર રાજા મંગળ હોવાના કારણ હિંદુ નવ વર્ષ ખૂબ જ અગ્રેસિવ થવાનું છે, કેમકે મંગળ સાહસ, પરાક્રમ, પ્રશાસન, સિદ્ધાંત વગેરેનો કારક ગ્રહ કહેવાય છે.

9 એપ્રિલથી નવા વિક્રમ સંવત 2081ની શરૂઆત થઈ રહી છે. આ સંવતના રાજા મંગળ ગ્રહ હશે. તે ગ્રહોના સેનાપતિ છે. વૈદિક જ્યોતિષ અનુસાર રાજા મંગળ હોવાના કારણે હિંદુ નવ વર્ષ ખૂબ જ અગ્રેસિવ થવાનું છે, કેમકે મંગળ સાહસ, પરાક્રમ, પ્રશાસન, સિદ્ધાંત વગેરેનો કારક ગ્રહ કહેવાય છે. રાજા મંગળ અને શનિ મંત્રી હોવાના કારણએ આ વર્ષ ખૂબ જ ઉથલ પાથલ વાળું રહેશે. સાથે દેશ દુનિયામાં એવી ઘણી ઘટનાઓ બનશે જે સૌને આશ્વર્યચક્તિ કરી દેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજા મંગલનો પ્રભાવ સમગ્ર સંવતમાં દેખાશે. તેનો પ્રભાવ મેષ રાશિથી લઈને મીન સુધી તમામ રાશિઓ પર પડશે. 29 માર્ચ 2025 સુધીનું નવુ વર્ષ કેટલીક રાશિઓ માટે લાભદાયી રહેશે. જાણો રાજા મંગળના પ્રભાવથી સંવત 2081 કઈ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે.

રાજા મંગળનો વૃષભ રાશિ પર પ્રભાવ

હિન્દુ નવા વર્ષનો રાજા મંગળ હોવાને કારણે વૃષભ રાશિના લોકોને તેનો લાભ મળશે. નવું વર્ષ વેપારીઓ માટે સાનુકૂળ રહેશે, તમે કાર્યસ્થળમાં સારી સફળતા પ્રાપ્ત કરશો અને આ સમયગાળા દરમિયાન ઘણા નવા વ્યવસાયો પણ શરૂ થઈ શકશે. જે તમારી આવકમાં નોંધપાત્ર વધારો કરશે. આરોગ્યની દ્રષ્ટિએ પણ નવું વર્ષ તમારા માટે સારું રહેશે. તમે માનસિક રીતે સંતુષ્ટ રહેશો અને તમારી સકારાત્મક ઉર્જા વધશે. આખું વર્ષ તમે તીર્થયાત્રા પર જઈ શકશો અને ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરી શકશો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.

નવા વર્ષના રાજા હશે મંગળ, 9 એપ્રિલથી આ રાશિઓનું ભાગ્ય પલટાશે hum dekhenge news

મિથુન રાશિ પર મંગળની અસર

હિંદુ નવા વર્ષમાં મિથુન રાશિના લોકોની સંપત્તિમાં વધારો થશે અને તેમને ભાઈઓ તરફથી લાભ પણ મળી શકશે. રાજા મંગળના કારણે તમે આ વર્ષે તમામ કાર્યો પૂર્ણ કરી શકશો અને નવા લક્ષ્ય સાથે આગળ વધશો અને સફળતા પણ મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહેશે. વેપારની વાત કરીએ તો તમને કેટલાક બહારના લોકો અને વિદેશી સંબંધોથી લાભ મળશે. તમે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે સતત પ્રયત્નો કરશો, જેનાથી ચારે બાજુ તમારી ખ્યાતિ વધશે. રાજા મંગળના કારણે તમને જૂના દેવામાંથી રાહત મળશે અને રોકાણ માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે.

કર્ક રાશિ પર મંગળની અસર

કર્ક રાશિના જાતકો માટે હિન્દુ નવું વર્ષ ખૂબ જ શુભ રહેશે. તેમને તેમના કાર્યમાં સફળતા મળશે. તમારી આવકમાં વધારો થશે. નોકરીયાત લોકો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે, કરિયરમાં પ્રગતિની સારી તકો રહેશે અને તમે ઘણા ખાસ લોકો સાથે મુલાકાત કરશો, જેના કારણે તમને ઘણી સારી તકો મળશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ વિક્રમ સંવત 2081 સાનુકૂળ રહેશે. તમે માનસિક રીતે સંતુષ્ટ રહેશો અને દરેક કાર્ય સકારાત્મક રીતે કરી શકશો. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સામાજિક કાર્યો માટે હંમેશા તૈયાર રહેશો અને તમારું સન્માન પણ વધશે.

વૃશ્ચિક રાશિ પર અસર

વિક્રમ સંવત 2081માં વૃશ્ચિક રાશિના જાતકોને સંપત્તિના આગમનની સાથે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થતો જોવા મળશે. રોકાણથી સારો નફો મળશે અને તમારી મૂડીમાં વધારો થશે. નોકરીયાત લોકો તેમની કારકિર્દીમાં પણ ફાયદો થશે. નવો વ્યવસાય પણ શરૂ કરી શકશો. તમારા બાળકો સખત મહેનતના બળ પર આગળ વધશે અને નવપરિણીત લોકોને ત્યાં સંતાનનો જન્મ પણ થઈ શકે છે. પરિવારમાં કોઈ સભ્યનાલગ્ન થવાની સંભાવના છે અને તમે તમારા માતા-પિતા સાથે તીર્થયાત્રા પર પણ જઈ શકો છો. તમને વ્યવસાયમાં સારો નફો મળશે અને વ્યવસાયને મજબૂત કરવા માટે સખત મહેનત પણ કરશો. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે.

નવા વર્ષના રાજા હશે મંગળ, 9 એપ્રિલથી આ રાશિઓનું ભાગ્ય પલટાશે hum dekhenge news

ધન રાશિ પર મંગળની અસર

હિંદુ નવું વર્ષ ધન રાશિના લોકો માટે સફળતા લઈને આવશે. ભાગ્યનો સાથ મળવાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશેો. જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરી રહ્યા છો, તો તમને આ વર્ષે સારો નફો મળશે અને તમારા બેંક બેલેન્સમાં પણ વધારો થશે. વિરોધીઓ તમારા કામમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરશે પરંતુ તમે તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરશો. અનુકૂળ વ્યવસાયિક પરિસ્થિતિઓને કારણે, તમે પૈસા બચાવવામાં સફળ થશો. વિદેશ પ્રવાસ પર જવાની સંભાવના છે. નવા વર્ષમાં પરિવાર પ્રત્યે તમારું આકર્ષણ વધશે અને માતા-પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સહયોગ અને ભાવનાત્મક પ્રેમમાં વધારો થશે.

મીન રાશિ પર મંગળની અસર

રાજા મંગળના પ્રભાવથી મીન રાશિના લોકો માટે હિન્દુ નવું વર્ષ અનુકૂળ રહેવાનું છે. નવા વર્ષમાં, નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સન્માન મળશે અને તેમની કારકિર્દીમાં પ્રગતિની સારી તકો મળશે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો અને ધાર્મિક યાત્રાની પણ શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો અને મહેનત કરવામાં શરમાશો નહીં. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માગે છે, તેમના માટે નવું વર્ષ અનુકૂળ રહેશે. તમે તમારા બધા કાર્યો સમર્પણ સાથે પૂર્ણ કરશો અને પૈસા કમાવવામાં વ્યસ્ત રહેશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે તમને તમારા જીવનસાથી અને ભાઈઓ તરફથી સહયોગ મળશે.

આ પણ વાંચોઃ ખાલી પેટે ખાઈ લો આ પાંચ વસ્તુઓ, શરીરની થશે કાયાપલટ

Back to top button