મંગળને મળ્યો ગુરુનો સાથ, આવનારા 45 દિવસ આ રાશિઓને ચાંદી
- ગ્રહોના સેનાપતિ મંગળ 12 જુલાઈના રોજ શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ રાશિમાં પહેલેથી જ ગુરુ વિરાજમાન છે. આવા સંજોગોમાં વૃષભ રાશિમાં ગુરુ-મંગળની યુતિ બનશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે બે ગ્રહ એક જ રાશિમાં વિદ્યમાન હોય છે, ત્યારે ગ્રહોની યુતિ બને છે. આ યુતિ અનેક રાશિના લોકો માટે લાભકારી સિદ્ધ થાય છે. ગ્રહોના સેનાપતિ મંગળ 12 જુલાઈના રોજ શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ રાશિમાં પહેલેથી જ ગુરુ વિરાજમાન છે. આવા સંજોગોમાં વૃષભ રાશિમાં ગુરુ-મંગળની યુતિ બનશે. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે આ યુતિ લગભગ 12 વર્ષ બાદ બનશે, જે પહેલા વર્ષ 2013માં બની હતી.
મેષ રાશિ
મેષ રાશિના લોકોને ગુરુ-મંગળની યુતિ સકારાત્મક પરિણામો આપશે. તમને તમામ કાર્યોમાં સફળતા મળશે. નોકરિયાત લોકોને ઉત્કૃષ્ઠ પરિણામો મળશે. સફળતા પહેલા કરતા વધી જશે. તમારા લક્ષ્યોને મેળવવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ સુધરશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે ગુરુ-મંગળની જોડી આવકના નવા માર્ગ ખોલશે. ભાગ્યવશ કેટલાક કામો થશે. વેપારીઓને લાભ થશે. આ સમયગાળામાં તમે પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરી શકો છો. જીવનમાં ખુશીઓનું આગમન થશે.
વૃશ્ચિક રાશિ
ગુરુ-મંગળની યુતિથી વૃશ્ચિક રાશિના લોકોને ખૂબ લાભ થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. આરોગ્ય સુધરશે. તમને મુશ્કેલ કાર્યોમાં સફળતા મળશે.
ધન રાશિ
ગુરુ-મંગળની યુતિ ધન રાશિ માટે કોઈ વરદાનથી કમ નથી. આ સમયગાળામાં તમે તમામ કાર્યોમાં સફળતા મેળવશો. કરિયર સંબંધિત સારા સમાચાર મળશે. વેપારીઓને લાભ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.
મીન રાશિ
મીન રાશિના લોકોને ગુરુ-મંગળની યુતિ જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવશે. માનસિક શાંતિ મળશે. નોકરીમાં પરિવર્તન થઈ શકે છે.
આ પણ વાંચોઃ માયાવી ગ્રહ કેતુની 63 દિવસ સુધી 3 રાશિઓ પર શુભ દ્રષ્ટિ, ખુશીઓ મળશે