મંગળનો મિત્રની રાશિમાં પ્રવેશ, 7 જુલાઈથી આ રાશિઓનું થશે મંગળ


- ભૂમિપુત્ર મંગળ 7 જુલાઈ 2024ના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્ર અને મંગળની વચ્ચે મિત્રતાનો ભાવ છે. જાણો મંગળનો મિત્રની રાશિમાં પ્રવેશ થવાથી કઈ રાશિઓનું મંગળ થશે?
ગ્રહોના સેનાપતિ મંગળ કોઈ પણ રાશિમાં લગભગ 45 દિવસ સુધી રહે છે. મંગળના રાશિ પરિવર્તનની અસર મેષથી લઈને મીન રાશિ પર પડે છે. ભૂમિપુત્ર મંગળ 7 જુલાઈ 2024ના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્ર અને મંગળની વચ્ચે મિત્રતાનો ભાવ છે. મંગળના ગોચરના પ્રભાવથી કેટલીક રાશિઓના જાતકોની જિંદગીમાં સકારાત્મક બદલાવ થઈ શકે છે. જાણો મંગળનો મિત્રની રાશિમાં પ્રવેશ થવાથી કઈ રાશિઓનું મંગળ થશે?
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે મંગળનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. મંગળના પ્રભાવથી તમને આકસ્મિક શુભ સમાચાર મળવાની શક્યતાઓ છે. આ સમયગાળામાં મન પ્રસન્ન રહેશે. અધૂરા કાર્યોમાં સફળતા મળશે. આવકના નવા સાધનો બનશે. તમે તમારી વાણીથી બીજાઓને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. વેપારીઓને ફાયદો થશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. ખુશીનો માહોલ રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે મંગળનું ગોચર સારા પરિણામો આપશે. તમે તમારી મહેનતના બળે કાર્યોમાં સફળતા મેળવશો. આવકના નવા સાધનો બનશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. તમારો આત્મવિશ્વાસ વધશે. વેપારીઓને લાભ થશે. ઘરેલુ સુખમાં વધારો થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન લાભકારી રહેશે. આ ગોચરના પ્રભાવથી તમારી આવક વધશે. ભૂમિ, ભવન કે વાહન સુખ મળી શકે છે. આર્થિક ઉન્નતિ સાથે કરિયરમાં ફાયદો થશે. તમને નાણાકીય સ્થિરતા મળી શકે છે. કેટલાક જાતકો માટે વિદેશ યાત્રાના યોગ છે.
આ પણ વાંચોઃ 1 જુલાઈથી આ રાશિઓનો સારો સમય શરૂ, સૂર્ય, શુક્ર, બુધ અને મંગળનો મળશે સાથ