ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ઐતિહાસિક; રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરમિશન મળી; જાણો કોણ છે વર-કન્યા?

HD ન્યુઝ ડેસ્ક :   ૧૨ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક લગ્ન થવા જઈ રહ્યા છે, જેને ભારતના સૌથી ઐતિહાસિક લગ્ન કહેવામાં આવી રહ્યા છે. આખરે, આ લગ્ન ઐતિહાસિક કેવી રીતે છે અને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી કોને મળી? બધા પ્રશ્નોના જવાબ અહીં છે…

સીઆરપીએફ ઓફિસર પૂનમ ગુપ્તા 12 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથિથી જોડાશે. તેમના લગ્ન સામાન્ય નહીં પણ ઐતિહાસિક બનવાના છે. તેમના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થશે. આ એ જ પૂનમ ગુપ્તા છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કમાન્ડો તરીકે વર્ણવવામાં આવ્યા હતા. પૂનમ ગુપ્તા પીએમ મોદી સાથે ચાલતા જોવા મળ્યા હતા, ત્યારબાદ ચર્ચાઓ શરૂ થઈ હતી કે તે પીએમ મોદીના મહિલા કમાન્ડો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

પરવાનગી કેવી રીતે મળી?
પૂનમ ગુપ્તાના લગ્ન દેશના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પર થવાના છે. આ પહેલી વાર છે કે કોઈના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થશે. આ લગ્નમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો જ હાજરી આપશે.

પૂનમ ગુપ્તા રાષ્ટ્રપતિ ભવનના સંકુલમાં સ્થિત મધર ટેરેસ કોમ્પ્લેક્સમાં લગ્ન કરશે. હવે આ પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે કે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી કેવી રીતે મળી? વાત જાણે એમ છે કે પૂનમ ગુપ્તાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ  ભવનમાં લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને વિનંતી કરી હતી.
દ્રૌપદી મુર્મુએ પૂનમ ગુપ્તાના પ્રોફેશલિઝમ, પ્રતિબદ્ધતા અને દેશની સેવા પ્રત્યેના સમર્પણને જોઈને તેમની વિનંતી સ્વીકારી. ભારતમાં આ પહેલી વાર બનશે જ્યારે કોઈના લગ્ન ત્યાં થશે.

કોણ છે પૂનમ ગુપ્તા?
દુલ્હન બનવા જઈ રહેલી પૂનમ ગુપ્તા CRPFની સહાયક મહિલા કમાન્ડો છે અને હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસર (PSO) તરીકે તૈનાત છે. તેમણે ૭૪મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા દળનું નેતૃત્વ કર્યું હતું.

તે અવનાશ કુમાર સાથે લગ્ન કરશે, જે CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ છે. તે જમ્મુ અને કાશ્મીરમાં પોસ્ટેડ છે.
પૂનમ ગુપ્તા મધ્યપ્રદેશના શિવપુરીની રહેવાસી છે. તેણી હંમેશા તેના શિક્ષણમાં ખૂબ જ સારી રહી છે અને તેની પાસે ગણિતમાં ડિગ્રી અને અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી છે. તેમણે ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીમાંથી બી.એડ કર્યું છે. 2018 માં, તેમણે UPSC CAPF માં 81મો રેન્ક મેળવ્યો.

આ પણ વાંચો : છેતરપિંડીના કેસમાં અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાના તત્કાલીન ચીફ મેનેજરને 3 વર્ષની જેલ 

Back to top button