લગ્નતિથિએ ફરી લગ્ન! અભિનેતા રોનિત રોય ફરીથી ફર્યા ફેરાઃ જુઓ વીડિયો
- ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા રોનિત રોયે કર્યા ફરી લગ્ન
- 20મી એનિવર્સરી પર પત્ની સાથે ફરી ફર્યો ફેરા
- સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાઈરલ
બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાનું નામ બનાવનાર રોનિત રોયને દરેક જાણે છે. આ અભિનેતા પોતાના લુક અને દમદાર એકટિંગને કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે. રોનિત રોયે તેની 20મી એનિવર્સીરી પર ફરી વખત લગ્ન કર્યા છે. અભિનેતાએ આમ કર્યા બાદ બની શકે છે કે આ વસ્તુ ટ્રેન્ડ બની જાય. રોનિત રોયે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. તે વાઈરલ થઈ રહ્યો છે. રોનિતન પત્ની નીલમ બોઝ રોય છે, જેની સાથે તેણે 2003 લગ્ન કર્યા હતા. નીલમ જાણીતી મોડલ છે. રોનિતના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે અને તેની જ ખુશીમાં 20મી વેડિંગ એનિવર્સરીના ખાસ અવસર પર તેણે પત્ની સાથે ફરી લગ્ન કર્યા છે.
View this post on Instagram
અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નનો વીડિયો શેર કરીને ચાહકોને ગિફ્ટ આપી છે. રોનિતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના ઘણા વીડિયો શેર કર્યા છે. આ સમય દરમિયાન રોનિત અને નીલમનો પુત્ર અગસ્ત્ય બોઝ પણ તેના માતા-પિતાના લગ્નની મજા માણતો જોવા મળે છે. લગ્ન દરમિયાન નીલમ દુલ્હનની જેમ લાલ ડ્રેસ પહેરેલી અને જ્વેલરીથી શણગારેલી જોવા મળી હતી, જ્યારે રોનિત રોય સફેદ અને લાલ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
રોનિત રોયે વર્ષ 2003માં અભિનેત્રી અને મોડલ નીલમ સિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા. નીલમ અને રોનિતને બે બાળકો છે. પુત્રી અદોર અને પુત્ર અગસ્ત્ય. નીલમ પહેલા અભિનેતાએ જોહાના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેમને એક પુત્રી પણ છે. જોકે. રોનિત રોયના પ્રથમ લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા.
View this post on Instagram
રોનિતે વીડિયોમાં કહ્યું કે…
રોનિતે શેર કરેલા વીડિયોમાં કેપ્શન આપી છે કે બીજી વાર કેમ નહીં, હું તો તારી સાથે હજાર વખત લગ્ન કરવા તૈયાર છું. Happiest 20th anniversary my Love. અનેક સેલિબ્રિટીઝે કપલને શુભેચ્છાઓ પાઠવી છે. ભાગ્યશ્રીએ કોમેન્ટ કરી કે ભગવાન તમારા બંનેનું ભલુ કરે, જ્યારે આહના કુમરાએ લખ્યું છે, વાહ.
આ પણ વાંચોઃ જેનો ડર હતો એ જ થયું, રોબોટે માણસ ઉપર કર્યો જીવલેણ હુમલો, વાંચો વિગત