ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

રિલેશનશિપને ‘બોરિંગ’ બનતી બચાવવા મેરિડ કપલ ફોલો કરો આ ટિપ્સ

  • 9 થી 9 જીવનશૈલી જાણે કે રુટિન બની ચુકી છે. આ લાઈફસ્ટાઈલના કારણે વ્યક્તિની પર્સનલ લાઈફ પર સૌથી મોટી અસર પડી છે.ઘણી વખત કામના ચક્કરમાં લોકો પાર્ટનરને એ એટેન્શન આપી શકતા નથી, જેના તે હકદાર છે

આજની વ્યસ્ત જીંદગીમાં લોકો સવારે કામ પર નીકળે છે અને રાત્રે ઘરે પરત ફરે છે. આ 9 થી 9 જીવનશૈલી જાણે કે રુટિન બની ચુકી છે. આ લાઈફસ્ટાઈલના કારણે વ્યક્તિની પર્સનલ લાઈફ પર સૌથી મોટી અસર પડી છે.ઘણી વખત કામના ચક્કરમાં લોકો પાર્ટનરને એ એટેન્શન આપી શકતા નથી, જેના તે હકદાર છે, જેની બંને વ્યક્તિને જરૂર હોય છે. કલાકો સુધી કામ કર્યા બાદ જ્યારે વ્યક્તિ ઘરે આવે છે ત્યારે તે થાકી ગઈ હોય છે અને તેની પાસે પોતાના પાર્ટનર માટે પણ સમય હોતો નથી. રિલેશનશિપમાં એકબીજા માટે સમય ન કાઢી શકતા કપલ નાખુશ તો રહે છે, પરંતુ સ્ટ્રેસનો સામનો પણ કરવો પડે છે. આજે જાણો એવી કેટલીક ટિપ્સ જેના કારણે તમારા લગ્નજીવનની ખુશીઓ ટકેલી રહેશે.

પ્રેમને કેવી રીતે રાખશો જીવંત?

તમારું વ્યસ્ત શિડ્યુઅલ હોવા છતાં, એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારા જીવનસાથી સાથે જોડાયેલા રહી શકો છો. જરુરી છે કે તમે તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય પાર્ટનર માટે કાઢો. ભલે સમય ઓછો હોય, પરંતુ ટ્રાય કરો કે તે દરમિયાન તમારી અને તમારા પાર્ટનર વચ્ચે કોઈ ન હોય. આ સમય દરમિયાન, તમારા ફોનને દૂર રાખો અને એકબીજા પર ધ્યાન કેન્દ્રિત કરો.

રિલેશનશિપને 'બોરિંગ' બનતી બચાવવા મેરિડ કપલ ફોલો કરો આ ટિપ્સ hum dekhenge news

આ બાબતોનું પાલન કરો

જો તમે આખો દિવસ વ્યસ્ત હોવ તો પણ તમારા સંબંધમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેમ કે સવારે સાથે ચા પીવી અથવા ફરવા જાવ. રાતે સાથે વોક લો, સાથે ડિનર લો. સાથે જમવાનું બનાવો, આ નાની આદતો તમને એકબીજાની નજીક રહેવામાં મદદ કરશે.

ટેક્નોલોજીથી દૂર રહો

તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી સમય પસાર કરી રહ્યા હો તે દરમિયાન મોબાઈલ, ટીવી કે લેપટોપ વગેરે વસ્તુઓથી દૂર રહો. ઉપરાંત, તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા જીવનસાથી સાથે શારીરિક અને માનસિક બંને રીતે હાજર રહો.

રિલેશનશિપને 'બોરિંગ' બનતી બચાવવા મેરિડ કપલ ફોલો કરો આ ટિપ્સ hum dekhenge news

રાતે સુતા પહેલા એકબીજા સાથે વાત કરો

રાતે સુતા પહેલા એકબીજા સાથે વાત કરો. એકબીજાને પોતાના રુટિનની વાત કહો કે તમારો દિવસ કેવો ગયો. તમારા સપનાઓની વાત કરો. ફોન મુકીને તરત સુવાના બદલે દસ મિનિટ પાર્ટનરને આપો. આ એક ટેવના રૂપમાં વિકસાવો.

મિનિ બ્રેક જરૂરી

જરુરી છે કે તમે તમારા પાર્ટનર સાથે ફરવા માટે થોડો સમય કાઢો. તમે વીકેન્ડ પર કે લોંગ હોલિડે પર અથવા તો કોઈ નાનકડી ટ્રિપ પ્લાન કરી શકો છો. તેના લીધે તમે એકબીજા સાથે કનેક્ટેડ હોવાનું મહેસુસ કરશો.

આ પણ વાંચોઃ શું તમે રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છો? તો જુઓ હોટલ્સની યાદી

Back to top button