ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

મારો મત-મારૂં ભવિષ્ય” વિડિયો ફિલ્મ રિલિઝ થયાની ગણતરીના કલાકોમાં 20 હજાર લોકોએ નિહાળી

Text To Speech

પાલનપુર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તા.5 ડિસેમ્બરના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે ભારતનો દરેક નાગરીક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબુત બનાવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલવવામાં આવે છે.

આ પણ વાંચો :ભારતીય નૌકાદળ 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે..’, નેવી ચીફનું નિવેદન

કલાશિક્ષક નયન ચત્રારિયાએ મતદાન જાગૃતિ અંગેની શોર્ટ વિડીયો ફિલ્મ બનાવી

આ મતદાર જાગૃતિ અભિયાનને વેગ આપવા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કલાશિક્ષક નયન ચત્રારિયા દ્વારા મતદાન જાગૃતિ અંગે સ્વસ્તિક આર્ટ એકેડમીના કલાકારો અભિનિત “મારો મત- મારું ભવિષ્ય” થીમ આધારિત એક શોર્ટ વિડિયો ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. જેમાં સૌ નાગરીકો મતદાન માટે જાગૃત રહે એવા શુભઆશય સાથે આ શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ વિડિયો ફિલ્મ રિલિઝ થયાની ગણતરીના કલાકોમાં જ ૨૦ હજાર કરતાં પણ વધુ લોકોએ નિહાળી હતી.

"મારો મત-મારૂં ભવિષ્ય" વિડિયો ફિલ્મ રિલિઝ થયાની ગણતરીના કલાકોમાં ૨૦ હજાર લોકોએ નિહાળી - humdekhengenews

પાલનપુર ચૂંટણી અધિકારી સુશીલ પરમારના હસ્તે કરાયું લોન્ચિંગ

જેનું આજે પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે 12- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર સુશીલ પરમારના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સુશીલ પરમારે કલાશિક્ષક નયન ચત્રારિયા અને અભિનય કરનાર સ્વસ્તિક આર્ટ એકેડમીના કલાકારોને પ્રોત્સાહિત કરી આવા સમાજ જાગૃતિના કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button