આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Market Pre-Open: ગિફ્ટ નિફ્ટી પોઝીટીવ, શેરબજાર મજબૂત ખુલવાની ધારણા

મુંબઇ, 20 માર્ચઃ ગિફ્ટ નિફ્ટી હાલમાં પોઝીટીવ સંકેત આપી રહી છે ત્યારે ભારતીય ઇક્વિટી માર્કેટ વધીને ઊંચા ગેપથી ખુલવાની ધારણા સેવાય છે. આજે બજાર ખુલતાની સાથે નિફ્ટી 23000ની સપાટીથી ઉપર ખુલે તેમ હાલમાં દેખાઇ રહ્યુ છે. ગઇકાલે HD ન્યૂઝ પર લખ્યા અનુસાર બજારમાં શોર્ટ કવરીંગ નીકળી આવતા સુધારો ધોવાયો હતો. જોકે એનાલિસ્ટો હજુ પણ લોંગ પોઝીશનથી દૂર રહીને ઊછાળે નફો ગાંઠે બાંધવાની સલાહ આપી રહ્યા છે.

નોંધનીય છે કે ટ્રમ્પની રાષ્ટપતિ પદે નિયુક્તિ બાદ સૌપ્રથમ વખત યોજાયેલી ફેડની બેઠકમાં વ્યાજ દરોને 4.25 ટકાથી 4.50 ટકાના દરે સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનીયમ પર લાદેલી 25 ટકા ટેરિફનો પ્રારંભ 2 એપ્રિલથી થવાનો છે તે પરિબળ જરૂર બજારનું નાક દબાવશે તેમ હાલના તબક્કે લાગી રહ્યુ છે. આ સંજોગોમાં નિફ્ટીની રેન્જ 23000થી 23,150ની મુકવામાં આવી છે. તેથી મજબૂત અને આકર્ષક સ્ક્રિપો પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ એનાલિસ્ટો સલાહ આપી રહ્યા છે.

ફેડના નિર્ણયને પગલે વોલ સ્ટ્રીટ નિર્દેશાંકોએ પ્રારંભિક વધારા બાદ અંતે પોઝીટીવ અંત આપ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ, એસએન્ડપી 500 અને હેવી ટેકનોલોજી શેરોનો સમાવેશ કરતા નાસડેકમાં 1થી 1.4 ટકાનો વધારો નોંધાયો હતો. આ સાથે એશિયા પેસિફિક માર્કેટમાં પણ વૈશ્વિક પ્રવાહોને અનુસરતા વધારો થયો હતો.

બીજી બાજુ ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.77 ટકા પ્રારંભમાં વધ્યો હતો., જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.64 ટકા અને સ્મોલ કેપ કોસડેક 0.55 વધ્યો હતો. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ અગાઉના બંધ કરતા આંશિક ઘટીને બંધ આવ્યો હતો. જ્યારે જાપાનના બજારો રજા હોવાના કારણે બંધ રહ્યા હતા.

ચારેબાજુ અનિશ્ચિતતાને ટાંકતા ફેડરલ રિઝર્વે પોતાના વ્યાજ દરો સ્થિર રાખ્યા હોવાનું જણાવવામાં આવ્યુ છે. જેમાં ટ્રમ્પની ટેરિફ યોજનાઓને કારણે ખાસ કરીને ફૂગાવાને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આ તમામ ફૂગાવાનો અંદાજ હાલના 2.5 ટકાથી વધારીને વર્ષાંત સુધીમાં 2.8 થવાનો મુકવામાં આવ્યો છે ત્યારે બીજુ બાજુ 2025માં આર્થિક વૃદ્ધિનો અંદાજ અગાઉ 2.1 ટકા ધારવામાં આવ્યો હતો તેમાં પણ ઘટાડો કરીને 1.7 ટકાનો કરવામાં આવ્યો છે. જોકે રોજગારીનો આંક ડિસેમ્બરની તુલનામાં વધીને આવ્યો હતો.

આ પણ વાંચોઃ IPL પૂર્વે ર્વૈશ્વિક મીડિયા માંધાતાઓ GroupM, Publicis, Dentsu પર ભારતની એન્ટીટ્રસ્ટ રેઇડ

Back to top button