Market Pre-Open: નિફ્ટીમાં કેવી રહેશે ચાલ, ગઇકાલના ધબકડા બાદ આજે પણ…


મુંબઇ, 27 માર્ચ, 2025: ગઇકાલના ધબકડા બાદ આજે પણ બજારમાં નિફ્ટીમાં ઘટાડો આગળ ધપી શકે છે. આજે પણ ભારતીય બજારો માટે નબળા સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી પર હળવું દબાણ જોવા મળી રહ્યુ છે, ત્યારે એશિયામાં પણ નબળાઈ જોવા મળી છે. ગઈ કાલે અમેરિકન બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. S&P લગભગ એક ટકા ઘટ્યો છે, જ્યારે નાસડેક 2 ટકાથી વધુ ઘટ્યો છે. ગઇકાલે નિફ્ટી 182 પોઇન્ટ ઘટીને 23,487 અને સેન્સેક્સ 729 પોઇન્ટ ઘટીને 77,289 પર બંધ થયો હતો. બજારના મુખ્ય ઘટાડાના કારણોમાં જોઇએ તો માર્ચ એક્સપાયરી નજીક આવી રહી છે. જેના કારણે બીએસઇના તમામ ક્ષેત્રીય નિર્દેશાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. ડીઆઈઆઈમાં ગઇકાલે સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી હતી.
એનાલિસ્ટોના અનુસાર બજારમાં નિફ્ટી અને સેન્સેક્સમાં પ્રવર્તમાન કોન્સોલિડેશન ઘરેલુ વેચાણ, માર્ચ એન્ડનું દબાણ અને ટ્ર્મ્પ દ્વારા લાદવામાં આવેલી ટેરિફનો સમય એટલે 2 એપ્રિલ નજીક આવી રહ્યો છે તેવી ઘટનાઓ બજારમાં ઘટાડા માટે જવાબદાર છે. ગઇકાલનો ઘટાડો બજારની ઓવરબોટ સ્થિતિમાં ઘટાડો કરે છે અલબત્ત તેને બીજા અર્થમાં સુધારો જ કહી શકાય. આ પરિસ્થિતિમાં રોકાણકારોએ ઉછાળે વેચવાલીનો એપ્રોચ રાખવો આવશ્યક છે. તદુપરાંત લોંગ પોઝીશન લેવાથી દૂર રહેવુ જોઇએ.
નોંધનીય છે કે ચાલુ મહિને અનેક સકારાત્મક બાબતો જોવા મળી છે. જેમ કે ડોલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે, તો સામે રૂપિયો મજબૂત થયો છે અને એફઆઇઆઇની લેવાલી પણ વધુ છે. લાંબા ગાળે અમેરિકાની નીતિથી ભારતને બહુ મોટુ નુકસાન જવાની શક્યતા ઓછી જણાઇ રહી છે.
દરમિયાનમાં આજે જો વધુ નબળાઇ ાવશે તો નિફ્ટી 23,600 તોડીને 23,300ની નજીક આવી શકે છે તે જ સમયે 23,70-23,760થી ઉપરનો વધારો અપટ્રેન્ડ તરફ દોરી જઇ શકે છે.
આ પણ વાંચોઃ શું નિફ્ટી 24000નું મથાળુ કુદાવશે? જાણો નિફ્ટીના સપોર્ટ અને રેસિસ્ટન્સ લેવલ