ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Pre-Market: આજે માર્કેટ વધીને ખુલવાની શક્યતા, એશિયન બજારોમાં તેજી

Text To Speech

મુંબઇ, 6 માર્ચઃ ભારતીય શેરબજાર આજે પ્રારંભથી જ મજબૂતાઇ દર્શાવે તેવી સક્યતા છે. પાછલા સત્રમાં નોધાયેલા સુધારાએ અગાઉના ઘટાડાને સરભર કર્યો હતો. અમેરિકાએ પસંદગીના ઓટોમેકર્સ પર ટેરિફ લાદવાનું માકુફ રાખતા એશિયન માર્કેટમાં તેજી જોવા મળી હતી. જોકે ઓસ્ટ્રેલિયા માર્કેટ ટ્રેન્ડથી વિરુદ્ધ નીચામાં ખુલ્યા હતા.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ખાસ કરીને ઓટો સેકટર માટે ભારતની ઊંચી ટેરિફ કે જે 100 ટકાથી વધુ હોવાનું મનાય છે તેની પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ગઇકાલે કોંગ્રેસને સંબોધિત કરતા તેમણે જણાવ્યુ હતુ કે તેઓ ભારતી લેવી સામે મેળ ખાય તેવી રેસિપ્રોકલ ટેરિફ 2 એપ્રિલથી લાદશે. તેમણે જો અમેરિકાની કંપનીઓને ભારતમાં નિયંત્રણોનો સામનો કરવો પડશે તો વધારાના ટ્રેડ અંતરાયોનો પણ સંકેત આપ્યો હતો.

એશિયામાં બોન્ડમાં તીવ્ર વેચવાલીએ બજારે ઘમરોળ્યા હતા, જેમાં જાપાનની 50 યર યીલ્ડમાં 1.5%નો વધારો થયો હતો આ જ સ્તર 2009માં ફૂગાવાની દહેશતે જોવા મળ્યુ હતું. ઉપરાંત જર્મન બોન્ડઝમા પણ ભારે વેચવાલી આવી હતી જેણે અમેરિકન ટ્રેઝરી યીલ્ડને સતત ત્રીજા સત્રમાં આશરે 4.3 ટકા પાછળ ધકેલી હતી. દરમિયાન એશિયન ઇક્વિટીને મેક્સિકો અને કેનેડા પર અમેરિકાની ટેરિફમાં વિલંબે થોડી રાહત આપી છે.

ગઇકાલના ટ્રેડમાં અમેરિકન સ્ટોક માર્કેટ વધીને બંધ આવ્યા હતા, જેમાં નાસડેક કંપોઝીટ ઇન્ડેક્સ 1.46 ટકા વધીને 18,552.73 પર બંધ આવ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.14 ટકા વધીને 43,006.59 પર બંધ આવ્યો હતો, જ્યારે એસએન્ડપી 5001.12 ટકા વધીને 5,842.63 પર સ્થિર થયો હતો.

આમ છતાં જે રીતે ટ્રમ્પ આડેધડ નિર્ણયો લે છે ત્યારે શેરબજારમાં ગમે તે ક્ષણે પાછી પાની થવાની શક્યતા એનાલિસ્ટો સેવી રહ્યા છે, ત્યારે લોંગ પોઝીશનથી દૂર રહેવાની સલાહ છે. દરમિયાનમાં ગિફ્ટ નિફ્ટી સકારાત્મક દેખાય છે. જ્યારે નિફ્ટી ફ્યુચર્સ 22,472.50ના મથાળાની આસપાસ ટ્રેડ કરે છે જે વૈશ્વિક સંકેતો સામે પોઝીટીવ વેગ દર્શાવે છે.

આ પણ વાંચોઃ RBIનો અચાનક મોટો નિર્ણય, સિસ્ટમમાં રૂ.1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત

Back to top button