માર્ક ઝકરબર્ગે પત્ની માટે ગાયું ખાસ ગીત, 21મી ડેટિંગ એનિવર્સરી પર કર્યું રિલીઝ
HD ન્યૂઝ ડેસ્ક, 14 નવેમ્બર: Meta CEO માર્ક ઝકરબર્ગે એક ગીત રિલીઝ કર્યું છે. તેમણે આ ગીત તેમના પત્ની પ્રિસિલા ચાન માટે ગાયું છે. માર્કે આ ગીત તેની 21મી ડેટિંગ એનિવર્સરી પર રિલીઝ કર્યું છે. તેમણે રેપર ટી-પેઇન સાથે મળીને 2003માં રિલીઝ થયેલુ ગીત Get Low ગાયું છે. જે Spotify પર સાંભળી શકાય છે. આ ગીતનું રિયલ વર્ઝન Lil Jon અને East Side Boyzએ વર્ષ 2003માં ગાયું હતું. આ ગીત માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા ચાન માટે ખૂબ જ ખાસ છે. કારણ કે 20 વર્ષ પહેલા જ્યારે તેઓ પહેલીવાર કોલેજની પાર્ટીમાં મળ્યા હતા ત્યારે આ ગીત વાગતું હતું.
જૂઓ માર્ક ઝકરબર્ગની પોસ્ટ
View this post on Instagram
માર્ક ઝકરબર્ગે એક ખાસ ગીત ગાયું
આ ગીત વિશે માહિતી શેર કરવાની સાથે માર્ક ઝકરબર્ગે કેટલીક તસવીરો પણ શેર કરી છે. માર્કે પોસ્ટમાં લખ્યું છે કે, ‘જ્યારે હું કોલેજની પાર્ટીમાં પ્રિસિલાને પહેલીવાર મળ્યો ત્યારે Get Low વાગી રહ્યું હતું, તેથી દર વર્ષે અમે અમારી ડેટિંગ એનિવર્સરી પર આ ગીત સાંભળીએ છીએ. આ વર્ષે મેં T-Pain સાથે કામ કર્યું અને આ માસ્ટરપીસનું મારું પોતાનું વર્ઝન બનાવ્યું. આ ગીત Spotify પર પણ ઉપલબ્ધ છે.
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી તસવીરમાં માર્ક ટી-પેઈન સાથે કામ કરતો જોવા મળી રહ્યો છે. માર્ક અને ચાન એક તસવીરમાં સાથે જોવા મળી રહ્યા છે, જે તેમના સંબંધોના શરૂઆતના દિવસોથી લાગે છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાથે, માર્ક ઝકરબર્ગે ઘણી સ્ટોરીઓ પણ શેર કરી છે, જેમાં તેમણે તેમના પત્ની પ્રિસિલા ચાનની આ ગીત પર પ્રતિક્રિયા કેપ્ચર કરી છે.
માર્ક અને પ્રિસિલા પહેલી વાર 2003માં મળ્યા હતા
મહત્ત્વપૂર્ણ છે કે, માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાન 2003માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પહેલી વાર મળ્યા હતા. બંને હાર્વર્ડમાં ભણતા હતા. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા અને 2012માં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. આ સમારોહમાં ભાગ લેનાર લોકોને પણ તેમના લગ્ન વિશે ખબર ન હતી. તેઓએ વિચાર્યું હતું કે, આ પાર્ટી ચાનના ગ્રેજ્યુએશનની ઉજવણી કરવા માટે યોજવામાં આવી હતી. માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાનને ત્રણ બાળકો છે. બંને 2015માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા. તેમના બીજા બાળકનો જન્મ 2017માં અને ત્રીજા બાળકનો જન્મ 2023માં થયો હતો.
આ પણ જૂઓ: IFFI 2024માં ગોલ્ડન પીકોક એવોર્ડ માટે 3 ભારતીય સહિત 15 ફિલ્મો એકબીજા સાથે સ્પર્ધામાં