ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મોટા સમાચાર: કેનેડાને મળશે નવા પ્રધાનમંત્રી, માર્ક કાર્ની લેશે જસ્ટિન ટ્રુડોની જગ્યા

Text To Speech

ઓટાવા, 10 માર્ચ 2025: કેનેડામાં આખરે જસ્ટિન ટ્રુડોનું પ્રધાનમંત્રી પદ પરથી વિદાઈ થઈ રહી છે. દેશની લિબરલ પાર્ટીના માર્ક કાર્નીએ પોતાના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જસ્ટિન ટ્રુડોએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સત્તાધારી લિબરલ પાર્ટીએ પોતાના નેતાની ચૂંટણી કરી છે. આખરે માર્ક કાર્નીએ પીએમ પદની રેસમાંથી બાજી મારી લીધી છે અને કેનેડાના નવા પ્રધાનમંત્રી બનવાના છે.

જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?

પીએમ પદ છોડવા પર, જસ્ટિન ટ્રુડોએ કહ્યું- “હું લિબરલ પાર્ટીના નેતા તરીકે એ જ આશા અને મહેનત સાથે વિદાય લઈ રહ્યો છું જે મેં શરૂઆત કરતી વખતે કરી હતી. મને આ પાર્ટી અને આ દેશ માટે આશા છે, કારણ કે લાખો કેનેડિયનો દરરોજ સાબિત કરે છે કે વધુ સારું હંમેશા શક્ય છે.”

માર્ક કાર્ને કોણ છે?

માર્ક કાર્ની બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર છે. તેઓ થોડા દિવસોમાં કેનેડાના આગામી પીએમ બનશે. પીએમ પદની રેસમાં, કાર્નેએ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી કરીના ગોલ્ડ, ભૂતપૂર્વ નાણામંત્રી અને નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ લિબરલ સાંસદ ફ્રેન્ક બેલિસને હરાવ્યા છે.

ક્યારેય ચૂંટાયેલા પદ પર નથી રહ્યા

માહિતી અનુસાર, કેનેડાના આગામી વડા પ્રધાન માર્ક કાર્ને ક્યારેય કોઈ ચૂંટાયેલા પદ પર રહ્યા નથી. કાર્ને સંસદના સભ્ય પણ નથી. કાર્ને કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે હજુ સુધી જાહેર થયું નથી. જોકે, તેમણે જાહેરાત કરી છે કે તેઓ આગામી ચૂંટણીમાં હાઉસ ઓફ કોમન્સની બેઠક માટે પ્રચાર કરશે.

આ પણ વાંચો: Rohit Sharma on Retirement: ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે રોહિત શર્મા? ચેમ્પિયન્સ બન્યા બાદ ભારતીય કપ્તાને કહી દીધી મોટી વાત

Back to top button