યુનિવર્સિટીમાં જ ગાંજાના છોડ, જવાબદાર કોણ?
- મારવાડી યુનિવર્સિટીમાં મળી આવ્યા હતા ગાંજાના છોડ.
- FSLના રિપોર્ટમાં સાબિત થયો ગાંજો જ.
- વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બાજુની દિવાલ સાઈડ થી મળી આવ્યા હતા છોડ.
વાત અહીં રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીની છે. જે અનેક વાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી આ મારવાડી યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી 13 એપ્રિલના રોજ મળેલા શંકાસ્પદ છોડ ગાંજાના હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
યુનિવર્સિટી કેમ્પસમાં જ ગાંજાના છોડ!
ગત 13 એપ્રિલના રોજ મારવાડિ યુનિવર્સિટીના કેમ્પમાં ગાંજો ઉગાડેલ હોવાની વાત લિક થઈ જતાં યુનિવર્સિટીના સંચાલકોએ તરત તે છોડને ત્યાંથી હટાવામાં આવ્યા હતાં, પરંતુ આ વાતની પોલીસને જાણ થઈ જતાં તંત્ર દોડતું થયુ હતુ. ત્યાર બાદ ઉખાડી ફેંકેલા છોડ પોલીસે જપ્ત કરી સીલબંધ કરી ગાંધીનગર ખાતે મોકલી આપ્યા હતા.
ગાંજાના છોડ પાછળ જવાબદાર કોણ હોઈ શકે?
ગાંજાના છોડ જે જગ્યાએથી મળી આવ્યા તે જગ્યા મારવાડી યુનિવર્સિટી કેમ્પસની સી વિંગ બિલ્ડિંગની પાછળની દિવાલ પાસેથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. ખાસ જો વાત કરવામાં આવે તો આ યુનિવર્સિટીમાં રાજકોટ, ગુજરાત ઉપરાંત 54 દેશોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા આવતા હોય છે. આ જે દિવાલે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાં જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ આવેલી છે. ત્યારે ત્યાંની ચરચાએ એ વાતનું જોર પકડ્યું છે કે વિદેશી વિદ્યાર્થીઓ માદક પદાર્થોનો સેવન કરે છે. ત્યારે તેમાના કોઈ એક એ આ કાર્ય કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. FSLના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ રાજ્યભરની પોલીસને સાઈબર ક્રાઈમને ડામવા આપી મહત્વપૂર્ણ સૂચના; કહ્યું- એક ફોન…