ગુજરાતમધ્ય ગુજરાત

કેન્દ્રીય સંચાર મંત્રી  દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં માતર ખાતે “મારી માટી મારો દેશ” કાર્યક્રમ યોજાયો

  • “મારી માટી મારો દેશ” અંતર્ગત શીલાફલકમ લોકાર્પણ કરી શહીદ પરિવાર અને નિવૃત્ત વીરોનું સન્માન કરવામાં આવ્યું
  • રાષ્ટ્રીય એકતાના ભાવ સાથે રાષ્ટ્રસેવામાં ફાળો આપીએ એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે – કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ

કેન્દ્રીય સંચાર મંત્રી  દેવુસિંહ ચૌહાણ અને માતર ધારાસભ્ય કલ્પેશ પરમારની મુખ્ય ઉપસ્થિતિમાં એન.સી.પરીખ હાઈસ્કુલ, માતર ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો. મંત્રી દેવુંસિંહ ચૌહાણે શીલાફલકમ સમર્પણ કરી માતરના શહીદ પરિવાર, નિવૃત્તવીરો અને અંગદાન કરનાર પરિવારનું સન્માન કર્યુ હતું. મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌને પંચપ્રણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને વસુધા વંદના અન્વયે અમૃત વાટિકામાં ૭૫ વૃક્ષો વાવવામાં આવ્યા. ઉપરાંત માતર પોસ્ટ વિભાગ દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાની જાણકારી આપવામાં આવી તથા આઇસીડીએસ વિભાગ દ્વારા મિલેટ્સ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

દેવુસિંહ ચૌહાણે  આઝાદીના અમૃતકાળને દેશના નાગરિકો માટે કર્તવ્ય પાલન માટેનો સમય ગણાવ્યો 

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી  દેવુસિંહ ચૌહાણે મારી માટી મારો દેશ અભિયાનનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું કે દેશના તમામ લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર માટે જીવન જીવવાનો સંદેશો આપતું આ અભિયાન છે. તેમણે આઝાદીના અમૃતકાળને દેશના નાગરિકો માટે કર્તવ્ય પાલન માટેનો સમય ગણાવ્યો હતો. મંત્રીએ કહ્યુ કે, મારી માટી મારો દેશ અભિયાન થી વિકાસના કાર્યોમાં જનભાગીદારી ઊભી થશે અને વિકસિત ભારત નિર્માણના કાર્યમાં ગતિ મળશે.

આ પણ વાંચો : પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીનો ચૂકાદો અનામત, જાણો મેડિકલ જામીન અરજી પર શું દલીલો થઈ ?

નાગરિકોને તેમની જવાબદારીઓનું ઈમાનદારી પૂર્વક વહન કરવા અપીલ કરી

આ પ્રસંગે તેમણે માતર અને ખેડાના વીરો, મહાપુરુષોના દેશપ્રેમ અને સમાજસેવાના કાર્યોનું ઉદાહરણ આપી જિલ્લાના નાગરિકોને તેમની જવાબદારીઓનું ઈમાનદારી પૂર્વક વહન કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતા, પાણી અને વીજળી બચાવવા જેવા નાનામાં નાના કાર્યો થકી પણ દેશસેવામાં જોડાઈ શકીએ છીએ.માતર ધારાસભ્ય કલ્પેશ પરમારે જણાવ્યું કે મારી માટી મારો દેશ અભિયાનથી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવાની તક મળી છે. જેનાથી યુવાનોને દેશસેવાના કાર્યોમાં જોડાવાની પ્રેરણા મળશે.

 

આ મહાનુભાવો પણ રહ્યા હાજર

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ.રબારી, માતર મામલતદાર, અધિક ઇજનેર મદદનીશ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, વિસ્તરણ અધિકારી , એન.સી. પરીખ હાઇસ્કૂલના આચાર્ય, પ્રમુખ, શિક્ષકો, બાળકો, શહીદ પરિવારના સભ્યો, નિવૃત્ત જવાનો, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં માતરના લોકો જોડાયા હતા.

આ પણ વાંચો : નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 38 ટકા લોકો કુપોષિત છે: ઈસુદાન ગઢવી

Back to top button