‘મર્દાની 3’ની જાહેરાત થઈઃ ખાખી વર્દીમાં ફરી રાની મુખર્જીનું કમબેક, ક્યારે થશે રિલીઝ?
- યશરાજ બેનર્સે શુક્રવારે ‘મર્દાની 3’ની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. અભિનેત્રી રાની મુખર્જી ફરી એકવાર લીડ એકટ્રેસ તરીકે જોવા મળશે
યશ રાજ ફિલ્મ્સની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘મર્દાની’ના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. ‘મર્દાની’ અને ‘મર્દાની 2’ પછી હવે યશ રાજ બેનર હેઠળ ‘મર્દાની 3’ આવી રહી છે, જેમાં અભિનેત્રી રાની મુખર્જી ફરી એકવાર લીડ એકટ્રેસ તરીકે જોવા મળશે. નિર્માતાઓએ શુક્રવારે ‘મર્દાની 3’ની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા.
‘મર્દાની 3’ ક્યારે રિલીઝ થશે
ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બરે ‘મર્દાની 2’ની રિલીઝની પાંચમી એનિવર્સરી પર, યશ રાજ ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર ‘મર્દાની 3’ની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફિલ્મમાં રાની મુખર્જી ફરી એક બહાદુર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના રોલમાં જોવા મળશે. પ્રથમ બે ફિલ્મોમાં તેની ભૂમિકાને ચાહકોએ ખૂબ વખાણી અને તેણે ખૂબ જ પ્રશંસા મેળવી હતી.
View this post on Instagram
યશ રાજે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની જાહેરાત કરતી વખતે લખ્યું છે કે, ‘પ્રતીક્ષા પૂરી થઈ ગઈ! રાની મુખર્જી ‘મર્દાની 3’ માં શિવાની શિવાજી રોય તરીકે પાછી ફરી છે. આ સાથે તેણે જણાવ્યું છે કે રાની મુખર્જીની આ ફિલ્મ 2026માં સ્ક્રીન પર આવશે. હાલમાં, ફિલ્મની તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ તે સ્પષ્ટ છે કે ‘મર્દાની 3’ 2026 માં સિનેમાઘરોમાં આવશે.
આ પણ વાંચોઃ અલ્લુ અર્જુનના સસરા કોંગ્રેસના મોટા નેતા, જમાઈને મળવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ચંદ્રશેખર રેડ્ડી
આ પણ વાંચોઃ અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ, નાસભાગમાં એક અવસાન થતા પોલીસની કાર્યવાહી
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ