નેશનલ

વિજય ચોક પર 17 વિપક્ષી પાર્ટીઓની માર્ચ રોકવામાં આવી, ખડગેએ કહ્યું- 200ને રોકવા 2000 પોલીસકર્મીઓ

Text To Speech

બુધવારના રોજ 17 વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ સંસદ ભવનથી ED ઓફિસ સુધી કૂચ કરી હતી, પરંતુ દિલ્હી પોલીસે કલમ 144ને ટાંકીને વિજય ચોક પર તેમને રોક્યા હતા. વિજય ચોકમાં રોકાયા બાદ નારાજ સાંસદોએ ત્યાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. રોકવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 200 સાંસદોને રોકવા માટે 2000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા છે કે, તેઓ તમામ સાંસદો સાથે મેમોરેન્ડમ સબમિટ કરવા ઇડી ઓફિસમાં જવા માંગતા હતા પરંતુ પોલીસ તેમને આગળ જવાની મંજૂરી આપી રહી નથી અને સરકાર તેમને બોલવા દેતી નથી.

‘અદાણી અને પીએમના સંબંધોની તપાસ થવી જોઈએ’

મલ્લિકાર્જુ ખડગેએ કહ્યું, મોદીજી એવા લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે જેમની પાસે ઓછી સંપત્તિ હતી અને હવે મોદીજીની કૃપાથી તેમની સંપત્તિ ઘણી વધી ગઈ છે, મારે જાણવું છે કે તેમને કોણ પૈસા આપી રહ્યું છે? આની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું, અદાણી અને મોદી વચ્ચેના સંબંધોની તપાસ થવી જોઈએ, બસ આ માટે અમે ઈડી ઓફિસ જઈને અમારી વાત રાખવા માંગીએ છીએ.

‘આ તાનાશાહી સરકાર છે’

આરજેડીના રાજ્યસભા સાંસદ પ્રોફેસર મનોજ ઝાએ કહ્યું કે, આ ભાજપ સરકાર તાનાશાહીની સરકાર છે. અમે સરકારને નમન કરીશું, માર્ચ મહિનામાં અમે મોરચો કાઢી રહ્યા છીએ, દેશે સરકારને સવાલ પૂછવો જોઈએ કે શા માટે સદન વારંવાર સ્થગિત કરવામાં આવે છે. તેમણે કહ્યું, તે દિવસ દૂર નથી જ્યારે એક દિવસ અદાણી નામનો વ્યક્તિ જેલની અંદર હશે. આ સૂત્રોચ્ચાર વચ્ચે દિલ્હી પોલીસે સાંસદોને આગળ વધવા દીધા ન હતા. આનાથી નારાજ સાંસદ નારા લગાવતા સંસદ તરફ પાછા ફર્યા હતા. સંસદનું સત્ર ફરી એકવાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું, વિદેશમાં ભારતનું અપમાન બંધ કરે !

Back to top button