ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મરાઠા અનામત આંદોલન બન્યું ઝનૂની, વધુ એક યુવકે કરી આત્મહત્યા

  • મહારાષ્ટ્રના બીડમાં એક યુવકે આત્મહત્યા કરી
  • મરાઠા અનામતની માંગને લઈને ચાલી રહેલા આંદોલનમાં યુવક સામેલ હતો
  • યુવકે પાણીની ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતની માંગણી કરતું ચાલી રહેલું આંદોલન હવે વધુ ઝનૂની બની રહ્યું છે. આંદોલનમાં પોતાનો જીવ આપવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. રાજ્યના બીડ જિલ્લામાં વધુ એક યુવકે અનામતની માંગ સાથે આત્મહત્યા કરી છે.વિરોધ દરમિયાન યુવક પાણીની ટાંકી ઉપર ચડી ગયો હતો અને ત્યાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. બીડમાં અત્યાર સુધીમાં ત્રણ યુવકોના આપઘાતના કિસ્સા જાણવા મળ્યા છે. જેમણે અનામતની માંગણી કરતા પોતાનો જીવ આપ્યો છે.

મંગળવારે પણ એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી

મંગળવારે પણ બીડ જિલ્લામાં મરાઠા અનામત માટે એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકનું નામ શરદ અશોક માતે હતું.મંગળવારે બપોરે 2 વાગ્યાના અરસામાં તેણે તેના ઘર પાસેના ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.રાજ્યમાં મરાઠા અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને ઘણા યુવાનોએ આત્મહત્યા કરી છે.

મરાઠા અનામત કાર્યકર્તા સુનીલ કાવલેએ આત્મહત્યા કરી હતી

19 ઓક્ટોબરે મરાઠા અનામત કાર્યકર્તા સુનીલ કાવલેનો મૃતદેહ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ફ્લાયઓવરની બાજુમાં આવેલી લેમ્પ પોસ્ટ પર લટકતો મળી આવ્યો હતો.તેમની પાસેથી સમુદાય માટે અનામતની માંગ કરતી એક સુસાઈડ નોટ મળી હતી.મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે તેમની સરકાર મરાઠા સમુદાયને નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે.તેમણે યુવાનોને આત્મહત્યા જેવા પગલાં ન ભરવા વિનંતી કરી છે.

32 વર્ષ પહેલા મરાઠા અનામત આંદોલન થયું હતું

મહારાષ્ટ્રમાં મરાઠાઓ લાંબા સમયથી સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની માંગ કરી રહ્યા છે.લગભગ 32 વર્ષ પહેલા મરાઠા અનામતને લઈને પહેલીવાર આંદોલન થયું હતું.આ આંદોલનનું નેતૃત્વ માથાડી મજદૂર સંઘના નેતા અન્નાસાહેબ પાટીલે કર્યું હતું. ત્યારથી મરાઠા અનામતનો મુદ્દો અહીંની રાજનીતિનો એક ભાગ બની ગયો. મહારાષ્ટ્રમાં મોટાભાગે મરાઠી મુખ્યમંત્રીઓએ સરકાર ચલાવી છે. પરંતુ તેનો કોઈ ઉકેલ મળી શક્યો નથી.

2014માં આ રીતે રમત બદલાઈ ગઈ

2014ની ચૂંટણી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠાઓને 16% અનામત આપવા માટે વટહુકમ લાવ્યા હતા. પરંતુ 2014માં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર ચૂંટણી હારી ગઈ અને દેવેન્દ્ર ફડણવીસ ભાજપ-શિવસેના સરકારમાં મુખ્યમંત્રી બન્યા. ફડણવીસ સરકારમાં મરાઠા અનામતને લઈને એમજી ગાયકવાડની અધ્યક્ષતામાં પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવી હતી. તેની ભલામણના આધારે ફડણવીસ સરકારે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કાયદાની વિશેષ જોગવાઈઓ હેઠળ મરાઠાઓને અનામત આપી. ફડણવીસ સરકારમાં મરાઠાઓને 16% અનામત મળી હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટે સરકારી નોકરીઓમાં તેને ઘટાડીને 13% અને શૈક્ષણિક સંસ્થાઓમાં 12% કરી દીધી. સુપ્રીમ કોર્ટે મે 2021માં તેને રદ્દ કરી દીધી હતી.

આ પણ વાંચો, ગુજરાત સરકાર દ્વારા બકરીના દૂધ માટે સંપાદન-બજાર વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન

Back to top button