અમદાવાદગુજરાત

‘….નહીંતર તમારું વીજ કનેક્શન કાપી નાંખવામાં આવશે…’ શું તમને આવ્યો છે આ message?

Text To Speech

વીજ કનેક્શન ધરાવતા કેટલાક ઉપભોક્તાના વોટ્સએપ નંબર પર અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ અને ટેક્સ્ટ SMS આવ્યા. જેમાં ઉપભોક્તાના વીજળી, ટેલિફોન કે અન્ય વીજ જોડાણ ચાલુ રાખવા હોય તો આ નંબર પર સંપર્ક કરો નહીંતર તમારા કનેક્શન કાપી નાંખવામાં આવશે તેવો મેસેજ હતો. ગુજરાતના અમદાવાદમાં રહેતા અનેક રહીશોના મોબાઈલમાં આવી રીતે વોટ્સએપ અને ટેક્સ્ટ મેસેજ આવ્યા.

electricity
electricity

મેસેજ જોઈને ઉપભોક્તા ટેન્શનમાં આવી ગયા. તાત્કાલિક જે વેબસાઈટ પરથી વીજ બિલ ભરવામાં આવે છે, તેના પર બિલનું ચેકિંગ કર્યું તો એક પણ બિલ ભરવાનું બાકી હોય તેવું દેખાયું નહીં. તે ચેક કર્યા બાદ ઉપભોક્તાને એ વાતનો અહેસાસ થયો કે ચોક્કસ આ કૌભાંડ છે.

fraud message
fraud message

‘પ્રિય ઉપભોક્તા, મહેરબાની કરીને તમારુ બિલ આજ રાતના 9.30 વાગ્યા સુધી ભરો. નહીંતર તમારું વીજ જોડાણ કાપી નાંખવામાં આવશે. કારણકે તમારું ગયા મહિનાનું બિલ અપડેટ કરાયું નહોતું, જેથી અમારા વીજ અધિકારીનો આ નંબર પર તાત્કાલિક સંપર્ક કરો. આભાર, વીજ વિભાગ.’

આવો મેસેજ અમદાવાદ સહિત ગુજરાતમાં રહેતા અનેક શહેરોના લોકોને આવ્યો. મેસેજ જોઈ વીજ જોડાણ કપાઈ ન જાય તેવા ડરે કેટલાક લોકોએ મેસેજ આવેલા નંબર પર સંપર્ક કરતા તેમના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા. તો અન્ય લોકો સતર્ક હોવાથી તેઓ આ કૌભાંડનો ભોગ બન્યા નહીં.

છેતરપિંડીથી બચવા આટલું કરો !

કેટલીક એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા પણ સાવધાની રાખવી જરૂરી છે. કોઈપણ એપ્લિકેશન માત્ર Google અને Apple સ્ટોર પરથી જ ડાઉનલોડ કરે. સાથે જ મોબાઈલનો ઉપયોગ કરનારાઓ ઈમેલ, SMS દ્વારા મોકલવામાં આવતી કોઈપણ લિંક પર ક્લીક ન કરે. નહીંતર છેતરાવવાનો વારો આવી શકે છે.

Back to top button