ચૈત્રી નવરાત્રિ પર બદલાશે અનેક ગ્રહોઃ જાણો દેશ-દુનિયા પર કેવો રહેશે પ્રભાવ
ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 22 માર્ચથી થઇ રહ્યો છે. આ દિવસે બુધવાર છે અને આ વખતે ચૈત્ર નવરાત્રિનો આરંભ ગ્રહોની મહાપંચાયતથી થઇ રહ્યો છે. 22 માર્ચથી ચૈત્ર નવરાત્રિની સાથે સાથે હિંદુ નવવર્ષ સંવત 2080નો પણ આરંભ થઇ રહ્યો છે. આ અવસર પર મીન રાશિમાં પાંચ ગ્રહોનો સંયોગ થઇ રહ્યો છે.
મીન રાશિમાં ગુરુની સાથે સુર્ય, બુધ, ચંદ્રમા અને નેપ્ચુન ગ્રહ સાથે હશે. મીન રાશિમાં 5 ગ્રહો સાથે હોવાથી મીન રાશિમાં બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, હંસ યોગ ઉપસ્થિત રહેશે. જ્યોતિષની દ્રષ્ટિથી આ ગ્રહોનો સંયોગ ખુબ સારો માનવામાં આવી રહ્યો છે. મીન રાશિમાં સુર્ય, ચંદ્ર, ગુરુ, બુધ અને નેપ્ચુનની સીધી દ્રષ્ટિ કન્યા રાશિ પર રહેશે. આ યોગથી શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ થશે. દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવશે. વેપારીઓ માટે સંવતના આરંભમાં બનનારા આ યોગ ખૂબ જ શુભ રહેશે. નવરાત્રિ પર બનનારા આ અત્યંત શુભ યોગ કોને લાભ કરાવશે તે જોઇએ.
મિથુન
મીન રાશિમાં બનનારા ગ્રહોના યોગથી મિથુન રાશિના લોકોને ખાસ લાભ થવાનો છે. કરિયરમાં કંઇક નવું કરવાનો અવસર મળશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. સંબંધો મધુર રહેશે. પ્રિયજન તરફથી સારા સમાચાર મળશે.
કર્ક
કર્ક રાશિને આ શુભ યોગોનું સારુ ફળ પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન આવી શકે છે. પગારમાં વધારો થઇ શકે છે. ભાઇ-બહેનનો સાથ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. રોકાયેલા નાણાં મળશે. પતિ-પત્નીએ સાથે મળીને નવરાત્રિમાં માંની ઉપાસના કરવી.
કન્યા
કન્યા રાશિના લોકોને આર્થિક બાબતોમાં વિશેષ લાભ થશે. આ નવરાત્રિએ તમે પ્રોપર્ટી કે ઘર ખરીદી શકશો. કરિયર અને બિઝનેસમાં સફળતા મળશે. તમારા બોસ સાથે સારું ટ્યુનિંગ રહેશે. જે કાર્ય કરવાની ઘણા સમયથી કોશિશ કરી રહ્યા છો તે પાર પડશે. ઉતાવળે કોઇ નિર્ણય ન લેતા.
વૃશ્ચિક
જિંદગીના તમામ નિર્ણયો સમજી વિચારીને લેવા. તમારા માટે ગ્રહોનો સંયોગ શુભ ફળનો સંકેત આપશે. પ્રોફેશનલ લાઇફમાં પરિવર્તન આવશે. જ્યાં તમે થોડા સમય પહેલા ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યાંથી નોકરીનો કોલ આવી શકે છે. વેપાર ધંધામાં સફળતા મળશે. જે લોકો લગ્ન કરવા ઇચ્છે છે તેમને સારા માંગા આવી શકે છે. વાહન ખરીદીના પણ યોગ છે. તમારા માટે ધન બચાવી શકવુ કદાચ મુશ્કેલ હશે. ફાલતુ ખર્ચ ન કરશો.
મીન
ગુરૂની રાશિ મીન પર નવરાત્રિમાં માતાજીની વિશેષ કૃપા થશે. તમારી ખુશીઓમાં ચાર ચાંદ લાગી જશે. શેરબજારમાં કામ કરતા લોકો માટે એક સારો મોકો છે. હાલમાં રોકાણ પણ કરી શકાય છે. ભવિષ્યમાં રોકાણના લાભ મળવાની પુરેપુરી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ Naatu Naatu Making: 20 દિવસ સુધી ચાલ્યું શૂટિંગ-43 રિટેક… જાણો- કેવી રીતે બન્યું ગીત?