ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના નાગપુરમાં મોટો રોડ અકસ્માત, બસ અને ટ્રક ટકરાવાથી 4નાં મૃત્યુ

Text To Speech

મહારાષ્ટ્ર- 5 સપ્ટેમ્બર :    મહારાષ્ટ્રના નાગપુરના ભીવાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર, એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બસના આગળના ભાગને નુકસાન થયું

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, ટ્રકે બસને ટક્કર મારી હતી અને બસ રોડની બાજુની રેસ્ટોરન્ટ પાસે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરની બેદરકારી અને ઝડપ હતી.

અકસ્માતમાં ટ્રક પણ પલટી મારી ગઈ હતી

અહેવાલ મુજબ ભીવાપુરમાં સામેથી આવી રહેલી એક ઝડપી ટ્રકે ખાનગી બસને ટક્કર મારી હતી. જેના કારણે બસના આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા. ટ્રક પણ ત્યાં પલટી ગઈ હતી. જેસીબી બોલાવી બંને વાહનોને રોડ પરથી હટાવ્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે.

આ પણ વાંચો : પેરેન્ટિંગને લઈને અનુષ્કા શર્માએ મનની વાત કહી, ઘણું પ્રેશર સહન કરવું પડ્યું

Back to top button