રખડતાં પશુઓને પકડવા ગુજરાત હાઇકોર્ટે આપી ડેડલાઈન, 17 ઓક્ટોબર સુધી ઢોર પકડવાના આદેશ


અમદાવાદ શહેર રખડતા ઢોરનો ત્રાસનો ત્રાસ વધી ગયો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારો ખાતે પશુઓ પોતાનો અડ્ડો જમાવીને બેસી રેહતા હોય તો ક્યારેય રસ્તે આડા આવી જતા અકસ્માત સર્જાય છે. ત્યારે આમ રખડતા ઢોરની અડફેટે અનેક લોકના મોત નિપજ્યાં છે અને અસંખ્ય અકસ્માત પણ થયા છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. ત્યારે રખડતા પશુ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે મહાનગર પાલિકાઓને 17 ઓક્ટોબર સુધીમાં રખડતા પશુઓ પકડવા આદેશ આપ્યો છે. સાથે જ પશુ પકડવાની કામગીરી ચોવીસે કલાક ચાલુ રાખવાનો નિર્દેશ કર્યો છે.

રિઢા ઢોરે યુવકનો જીવ લીધો
અમદાવાદમાં ગતરોજને વંદે ભારત સાથે પશુ અથડાતા પશુ સહિત મેટ્રોને પણ નુકસાન થયુ છે. જે અગાઉ પણ અમદાવાદના અનેક વિસ્તારો ખાતે રિઢા પશુએ નિર્દોશ લોકોના જીવ લિધા છે. ત્યારે તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા યુવકનુ રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. યુવક ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરએ બાઇક ચાલકને લેતા માથામાં ગંભીર ઇજા થઈ હતી જેના કારણે યુવકનુ બ્રેઇન હેમરેજ થતા સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી.
હાઈકોર્ટે 17 ઓક્ટોબર સુધીમાં રખડતા પશુ પકડવાના આદેશ
જે ઘટના બાદ મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે આ ઘટના બાદ ફરીવાર ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. અને સુનાવણી બાદ હાઈકોર્ટે મહાનગર પાલિકાઓને 17 ઓક્ટોબર સુધીમાં રખડતા પશુઓ પકડવા આદેશ આપ્યો છે. સાથે જ પશુ પકડવાની કામગીરી ચોવીસે કલાક ચાલુ રાખવાનો નિર્દશ પણ કર્યો છે.
આ પણ વાંચો : વંદે ભારત ટ્રેનના અકસ્માત કેસમાં ભેંસ માલિક વિરુધ્ધ ગુનોં નોંધાયો