ટોપ ન્યૂઝનેશનલ

લુધિયાણામાં ઝેરી ગેસ લીક થવાથી 6 લોકોના કમકમાટી ભર્યા મોત, વિસ્તારમાં ભયનો માહોલ

Text To Speech

લુધિયાણા: પંજાબના લુધિયાણામાં એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના ગયાસપુર વિસ્તારમાં ઝેરી ગેસના લીકેજને કારણે 6 લોકોના મોત થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્યાસપુરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ લોકોના અવર-જવર પર રોક લગાવી દેવામાં આવી છે.

gas- Humdekhengenews

નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ:

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ગેસ લીક ​​થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે નજીકની ફેક્ટરીમાંથી ગેસ લીક ​​થયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ બધા લોકો અહીં-તહીં દોડવા લાગ્યા હતા. મોટાભાગના લોકો ભાગીને ફેક્ટરીથી દૂર સુધી પહોંચી ગયા છે.

gas - Humdekhengenews

વિસ્તારોમાં ભય ફેલાઈ ગયો: 

ઘટનાસ્થળની નજીક રહેતા ડૉ. શંભુનારાયણ સિંહે આજતકને જણાવ્યું કે ગેસ લીક ​​થયા બાદ તેમના ઘરના 5 લોકો બેહોશ થઈ ગયા છે.  આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ભય ફેલાઈ ગયો છે.

આ પણ વાંચોઃ મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, એકસાથે 11 વાહનો અથડાયા

Back to top button