ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઈટ્સ અને 28 ટ્રેનો મોડી પડી, જૂઓ ચેક લિસ્ટ

Text To Speech

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: દિલ્હીમાં હાડ થિજાવતી ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને રેલ સેવા ખોરવાઈ છે. એરપોર્ટ પર ફ્લાઈટ અને રેલવે સ્ટેશન પર ટ્રેન મોડી પડતાં પેસેન્જર્સને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, વિઝિબલિટી ઘટતાં કેટલીક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આજના માટે દિલ્હીમાં યલો એલર્ટ જારી કર્યું છે. વિભાગે દિલ્હી-NCRમાં ધુમ્મસના ગાઢ સ્તરની સંભાવના પણ વ્યક્ત કરી છે.

હવાઈ અને રેલવે સેવા ખોરવાઈ

ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટી હતી, જેના પરિણામે ફ્લાઇટ પણ મોડી પડી હતી અને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પરથી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેની વિગત ન્યૂઝ એજન્સી ANIએ શેર કરી છે. આ ઉપરાંત, ઠંડીની શીત લહેર અને ગાઢ ધુમ્મસના કારણે, હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સહિત 28 દિલ્હી જતી ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે NCTમાં રેલવે સ્ટેશનો પર ઘણા મુસાફરો અટવાયેલા છે.

મોડી ચાલી રહેલી રેલવેની વિગત

દિલ્હીમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

IMD અનુસાર, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. દરમિયાન, સોમવારે મહત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 6.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, હવામાન વિભાગે જણાવ્યું હતું. રવિવારે તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ હતું. IMD કહે છે કે જમ્મુ ડિવિઝન, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસની અસર સૌથી વધુ છે, જેના કારણે વિઝિબિલિટી પડકારો વધ્યા છે.

આ પણ વાંચો: ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર 170 ફ્લાઈટ પ્રભાવિત, 20 ટ્રેનો થઈ મોડી

Back to top button