જૌનપુરમાં મોટી દુર્ઘટના: વારાણસીથી દર્શન કરીને પરત ફરી રહેલા 9 શ્રદ્ધાળુઓના મૃત્યુ, 40 લોકો ઘાયલ થયાં


જૌનપુર, 20 ફેબ્રુઆરી 2025: ઉત્તર પ્રદેશના જૌનપુરમાંથી એક મોટો રોડ અકસ્માત થયો હોવાનું તાજેતરમાં જાણવા મળે છે. જૌનપુર જિલ્લાના બદલાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સરોખનપુર ગામ નજીક આજે વહેલી સવારે પાંચ વાગ્યે ભીષણ દુર્ઘટના થઈ ગઈ. બે અલગ અલગ દુર્ઘટનામાં અયોધ્યા જઓઈ રહેલી ગાડીઓ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. તેમાં 9 તીર્થયાત્રીઓના જીવ ગયા છે, જ્યારે 40થી વધારે લોકો ઘાયલ થયા છે. સૂચના મળતા જ ડીએમ અને એસએસપી સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મહાકુંભ સ્નાન બાદ બે વાહન જૌનપુર રોડ પર દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. આ દુર્ઘટનામાં બંને વાહનોમાં સવાર શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. લગભગ 40 લોકો ત્યાં ઘાયલ પણ થયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.
વારાણસીથી અયોધ્યા રહી હતી સૂમો
કહેવાય છે કે, ઝારખંડ નંબર પ્લેટવાળી ટાટા સૂમો શ્રદ્ધાળુઓને લઈને વારાણસીથી અયોધ્યા તરફ જઈ રહી હતી. જ્યાં સરોખનપુર પહોંચી તો એક વાહને જોરદાર ટક્કર મારી હતી. સૂમોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા છે. 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂચના મળતા ઘટનાસ્થળે પોલીસે ગામલોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા છે.
સૂમોમાં એક બાળક, એક પુરુષ અને 3 મહિલા સહિત 8 લોકો બેઠા હતા. તેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા છે. જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. સૂમોમાં સવાર તમામ લોકો ઝારખંડના રહેવાસીઓ હતાં.
હાઈવે પર ઊભેલા ટ્રેલરને બસે ટક્કર મારી
સૂમોની દુર્ઘટનાનું બચાવ કામ કર્યા બાદ પ્રસાસનિક ટીમ હજુ બેઠી નહોતી ત્યાં લગભગ અડધા કલાક બાદ ઘટનાસ્થળેથી સો મીટર દૂર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ હાઈવે પર ઊભેલા એક ટ્રેલર પાછળ ઘુસી ગઈ. આ દુર્ઘટનામાં બસ ડ્રાઈવર અને 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા છે, જેમાં 35 લોકો ઘાયલ પણ થયા છે.
આ પણ વાંચો: હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ જાણી લેજો, બેન્ક આટલા ચાર્જ વસૂલશે