ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

1લી તારીખથી વધશે તમારા ખિસ્સાનું ભારણ, જાણો-શું થશે ફેરફાર ?

Text To Speech

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ઘણા ફેરફાર જોવા મળશે. બેન્કિંગ, ટોલ-ટેક્સ અને પ્રોપર્ટી સહીત ઘણી સેવાઓમાં ફેરફાર થવાનો છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ સિવાય ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તો આવો જાણીએ 1 સપ્ટેમ્બરથી કઈ-કઈ વસ્તુ પર ફેરફાર થઈ રહ્યો છે.

Changes from 1 September 2022
Changes from 1 September 2022

1. ટોલ ટેક્સમાં થશે વધારો

યમુના એક્સપ્રેસવે પર ટોલ ટેક્સમાં વધારો થવાનો છે, એટલે 1 સપ્ટેમ્બરથી તમારે વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. નાના વાહનોના માલિકે જેમ કે કાર ચાલકોએ આ એક્સપ્રેસવેથી જવા માટે પ્રતિ કિલોમીટર 10 પૈસા વધુ ચુકવણી કરવી પડશે. તો કોમર્શિયલ વાહનોએ 52 પૈસા વધુ ટોલ ટેક્સ આપવો પડશે.

2. પીએનબી ગ્રાહકો ધ્યાન આપો

પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકોએ 31 ઓગસ્ટ સુધી કેવાયસી અપડેટ કરાવવાનું છે. જો ગ્રાહકો કેવાયસી અપડેટ કરાવશે નહીં તો તેનું ખાતુ બ્લોક કરી દેવામાં આવશે.

3. વીમા પોલિસીના પ્રિમિયમમાં ઘટાડો

IRDAIએ જણાવ્યું કે 1 સપ્ટેમ્બરથી પોલિસીનું પ્રીમિયમ ઘટી જશે. ઇરડા તરફથી જનરલ ઇન્શ્યોરન્સના નિયમોમાં ફેરફાર બાદ ગ્રાહકોને 30થી 35 ટકાની જગ્યાએ હવે માત્ર 20 ટકા કમીશન એજન્ટને આપવા પડશે. તેથી લોકોનું પ્રીમિયમ ઘટી જશે.

4. ઘર ખરીદવું મોંઘુ બનશે

આ સિવાય જો તમે ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. સરકારે ગાઝિયાબાદમાં સર્કિલ રેટની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે સર્કિલ રેટની કિંમતમાં 2થી 4 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા રેટ 1 સપ્ટેમ્બર 2022થી લાગૂ થશે.

Changes from 1 Sept 2022
Changes from 1 Sept 2022

5. ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર

આ સિવાય સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે, એટલે કે 1 તારીખથી સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે. તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.

Back to top button