અમદાવાદ શહેરમાં અનેક CCTV બંધ હાલતમાં જોવા મળ્યા, પોલીસ દ્વારા રજૂઆતો કરાતા તંત્ર બેધ્યાન
- શહેરમાં 2500 માંથી 663 CCTV બંધ હાલતમાં મળ્યા
- AMCના ટેક્નિકલ ખામીને લીધે હજી 409 કેમેરા બંધ
- પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રજૂઆતો કરાતા તંત્ર બેધ્યાન
અમદાવાદ શહેરમાં અનેક CCTV બંધ હાલતમાં જોવા મળ્યા છે. જેમાં પોલીસની ત્રીજી આંખ બંધ હોવાની ચર્ચા શરૂ થઇ છે. સ્માર્ટ સિટીમાં અનેક CCTV બંધ હાલતમાં દેખાતા શહેરીજનોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. જેમાં શહેરના રસ્તાઓ પર લગાવેલા CCTV બંધ હાલતમાં છે. તેમજ 2500 માંથી 663 CCTV બંધ હાલતમાં મળ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ રૂ.9 કરોડનું કૌભાંડ કર્યું
AMCના ટેક્નિકલ ખામીને લીધે હજી 409 કેમેરા બંધ
AMCના ટેક્નિકલ ખામીને લીધે હજી 409 કેમેરા બંધ છે. જેમાં કોઇ ઘટના બને તો પોલીસને તપાસ કરવામાં ઘણી મહેનત કરવી પડે છે. તેમજ રાત્રી દરમિયાન અકસ્માતની ઘટનામાં તો નજરે જોનારા પણ હોતા નથી તેથી અકસ્માત કરનાર સરળતાથી કાયદાથી બચી જાય છે અને નિર્દોષનો ભોગ લેવાઇ જાય છે. અમદાવાદમાં તથ્ય પટેલે 9 લોકોને ઈસ્કોન બ્રિજ પર કચડી માર્યા તે ઘટના બાદ શહેરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. રાત્રે 10થી 2ના ગાળામાં શહેરના 100થી વધુ સ્થળો પર વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રજૂઆતો કરાતા તંત્ર બેધ્યાન
અમદાવાદને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા પાછળ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકની ગતિવિધિ પર નજર રાખવા માટે જે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે તે બંધ હોવા મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. ભૂતકાળમાં શહેરના બંધ કેમેરા અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રજૂઆતો છતાં આંખ આડા કાન કરાતા હોવા મુદ્દે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. હવે આ બંધ રહેલા CCTV અંગે જવાબદાર કોણ તે અંગે પણ વિવિધ મુદ્દા સામે આવી રહ્યા છે.