હેલ્થ

શિયાળામાં અજમાનું પાણી પીવાના અનેક ફાયદા, પેટનો દુખાવો જેવી 6 બીમારીઓ શરીરમાંથી દુર થઇ જશે.

Text To Speech

અજમાને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે. અજમા ગરમ અસર ધરાવતા હોવાથી, તેને પાણીમાં નાખીને શિયાળામાં પીવાથી આરોગ્ય સારું રહેશે. દરરોજ અજમાનું પાણી પીવાથી પેટનો દુખાવો સહિતની અનેક બીમારીઓમાં કંટ્રોલ કરી શકાય છે.

અજમા (કેરમ સીડ્સ) એ ભારતીય રસોઈમાં વપરાતો મસાલો છે. તેને શાકભાજીમાં વપરાય છે આ સાથે જ રોટલી, કચોરી, સમોસા જેવી વાનગીઓમાં પણ ઉમેરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ તો છે પરતું આ સાથે તેને પેટના દુખાવા માટેના ઘરેલું ઉપચાર માટે લાંબા સમયથી પસંદ કરવામાં આવે છે.

બહુ ઓછા લોકો જાણે છે કે અજમા શરીરને અન્ય ઘણા આરોગ્ય લાભો પ્રદાન કરે છે. જો તમે પણ અજમાના આ ફાયદાઓથી અજાણ છો, તો જાણો આ ફાયદાઓ.

કબજિયાત, પેટમાં દુખાવો, ગેસથી રાહત મેળવવા માટે અજમાનું પાણી પીવો
અજમાનો ઉપયોગ સામાન્ય રીતે આયુર્વેદિક દવાઓમાં પાચનને લગતી સમસ્યાઓ માટે ઘરેલું ઉપચાર તરીકે થાય છે. આવી સ્થિતિમાં, જો તમે કબજિયાત, પેટમાં દુખાવો અથવા ગેસ એસિડિટીથી હેરાન થઈ રહ્યા છો, તો દરરોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી ખુબ લાભદાયી છે.

અજમાનું પાણી પાચન સંક્રમણમાં ફાયદાકારક છે
અજમામાં ગેસ્ટ્રિક એસિડ અને પાચન ઉત્સેચકો હોય છે જે પાચન સુધારવા માટે કામ કરે છે. આ સિવાય અજમાનું પાણી પાચન સંબંધી ચેપને રોકવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

અજમાનું પાણી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે
અજમા પાણી શરીરમાંથી ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલને બહાર કાઢીને કામ કરે છે. ઉંદરો પરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અજમાના બીજનો અર્ક કુલ કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લિસરાઈડ અને એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં અસરકારક હતો. એટલું જ નહીં, અજમાનું સેવન કરવાથી એચડીએલ (સારા) કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે, જે હૃદય માટે ફાયદાકારક છે.

અજમાના પાણીથી બ્લડપ્રેશર કંટ્રોલ થશે
બ્લડ પ્રેશર હૃદય રોગનું જોખમ વધારે છે. આ સ્થિતિમાં અજમાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. વાસ્તવમાં, અજમા કેલ્શિયમને હૃદયમાં પ્રવેશતા અટકાવે છે અને તેને આરામ આપે છે અને રક્ત વાહિનીઓને પહોળી કરવાનું કામ કરે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

અજમા ફેફસાં માટે ફાયદાકારક છે
અજમા તમારા ફેફસાંને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તે કફને રોકવામાં પણ અસરકારક સાબિત થાય છે. આ સિવાય અજમાનું સેવન કરવાથી અસ્થમાનું જોખમ ઓછું થાય છે.

અજમાનું પાણી વજન ઉતારવા માટે ઉપયોગી છે
વજન ઉતારવા માટે ખાલી પેટે અજમાનું પાણી પીવુ ખૂબ જ ફાયદાકારક છે. અજમામાં રેચક અસર હોય છે, જે વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં ઉજવણી તો કરો પરતું આ વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી.

Back to top button