ટ્રેન્ડિંગધર્મ

મહાશિવરાત્રી પર સર્જાશે અનેક શુભ યોગઃ જાણો શું આપશે ફળ

મહાશિવરાત્રી મહા વદ તેરસે આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો આ સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ તિથી પર દેવાધિદેવ ભગવાન શિવના લગ્ન જગત જનની માતા પાર્વતી સાથે થયા હતા. મહાશિવરાત્રિના દિવસે ભક્તો મહાદેવને ખુશ કરવા માટે ઉપવાસ પણ રાખતા હોય છે. આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023 એટલે કે શનિવારે ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રી પર સર્જાશે અનેક શુભ યોગઃ જાણો શું આપશે ફળ  hum dekhenge news

આ દિવસે જે લોકો સાચી નિષ્ઠા, ભક્તિ અને શ્રધ્ધાથી વ્રત કરે છે તેમનાથી મહાદેવજી ચોક્કસ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. મહાશિવરાત્રીનો આ પવિત્ર દિવસ તમામ પ્રકારના શુભ અને મંગળ કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે જ આ વખતની મહાશિવરાત્રીને પણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.

આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ ઉજવાશે. આ દિવસે શનિ પ્રદોષ સાથે કેટલાય દુર્લભ યોગ બની રહ્યા છે. શનિ પ્રદોષનું મહાશિવરાત્રિ સાથે હોવું એક દુર્લભ સંયોગ માનવામાં આવે છે. તે શનિ દોષને દુર કરવા માટે ખુબ જ કારગત માનવામાં આવે છે. જાણો શનિ પ્રદોષ સાથે આ દિવસે બીજા કયા કયા શુભ યોગ બની રહ્યા છે.

મહાશિવરાત્રી પર સર્જાશે અનેક શુભ યોગઃ જાણો શું આપશે ફળ  hum dekhenge news

શનિ પ્રદોષ યોગ

ધાર્મિક માન્યતા અનુસાર શનિ પ્રદોષનું હોવુ ધાર્મિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવ ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. શનિ પ્રદોષ વ્રત કરનારથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. શનિ દોષ દુર કરવા માટે પણ તેને ઉત્તમ માનવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે જળમાં કાળા તલ નાંખીને અભિષેક કરવાથી તમને શનિ મહાદાશમાંથી રાહત મળશે.

સર્વાર્થ સિદ્ધિ યોગ

મહાશિવરાત્રિ પર સાંજે 5.42 વાગ્યાથી 19 ફેબ્રુઆરી સુર્યોદય સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં શિવજીની પુજા કરવાથી અને વ્રત રાખવાથી પરમસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ ધન લાભ અને કાર્ય સિદ્ધિ માટે પણ શુભ માનવામાં
આવે છે.

મહાશિવરાત્રી પર સર્જાશે અનેક શુભ યોગઃ જાણો શું આપશે ફળ  hum dekhenge news

મહાશિવરાત્રિ પર શનિ સ્વરાશિ કુંભમાં

આ વખતે મહાશિવરાત્રિ પર શનિ તેની મુળ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે અને 13 ફેબ્રુઆરીએ કુંભમાં સુર્યનો પ્રવેશ પણ થશે. આ રીતે મહાશિવરાત્રિ પર પિતા-પુત્ર, સુર્ય અને શનિ એક જ રાશિમાં હશે. જ્યોતિષમાં પિતા-પુત્ર અને સુર્ય-શનિની વચ્ચે વિરોધી સંબંધ માનવામાં આવે છે. તેમ છતાં આ રાશિમાં તે શુભદાયી હશે. શનિ અસ્ત અવસ્થામાં હશે, તેથી સુર્યનો પ્રભાવ વધુ રહેશે. આ શુભ યોગમાં શિવજીની પુજા કરવાથી અને વ્રત કરવાથી શનિના તમામ દોષ દુર થઇ શકે છે.

ગુરૂ સ્વરાશિ મીનમાં

મહાશિવરાત્રિ પર ગુરુ સ્વરાશિ મીનમાં હશે, તેથી તે ઉચ્ચ હોય છે. ગુરૂ સ્વરાશિમાં હોય ત્યારે હંસ રાજયોગ બનાવે છે. કરિયરની દ્રષ્ટિથી આ સ્થિતિ ખુબ શુભ માનવામાં આવે છે. હાલમાં તમે તમારી કરિયર સંબંધિત જે પણ નિર્ણયો લેશો તેનાથી લાભ જ લાભ થશે.

મહાશિવરાત્રી પર સર્જાશે અનેક શુભ યોગઃ જાણો શું આપશે ફળ  hum dekhenge news

શુક્ર ઉચ્ચ રાશિ મીનમાં

મહાશિવરાત્રિ પર ગુરૂની સાથે શુક્ર પણ મીન રાશિમાં હશે. જ્યોતિષમાં બંને ગ્રહો વિરોધી સ્વભાવના માનવામાં આવે છે, પરંતુ સારી વાત એ છે કે શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો હોય છે. તેથી માલવ્ય નામનો શુભ રાજયોગ બનશે. આ તમામ શુભ સ્થિતિમાં ભગવાન શિવની પુજા કરવાથી તમારી તમામ મનોકામના પુર્ણ થશે.

આ પણ વાંચોઃ પાલનપુર : યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ શરૂ

Back to top button