ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

દેશના પ્રથમ ગે પ્રિન્સ મેરેજ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે કર્યા, મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ કર્યું અપલોડ

Text To Speech

રાજપીપળા: દેશના પ્રથમ ગે (Gay) રાજપીપળાના (Rajpipla) પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે 6 જુલાઈ-2022ના રોજ ડી એન્ડ્રુ રિચાર્ડસન સાથે કોલંબસ ઓહિયોના એક ચર્ચમાં લગ્ન કર્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, માનવેન્દ્રસિંહે જેની સાથે લગ્ન કર્યા હોવાની વાત છે એ ડી એન્ડ્રુ રિચાર્ડસને આ બાબતની માહિતી પોતાના ફેસબુક પર આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજ માનવેન્દ્રસિંહ અને ડી એન્ડ્રુ રિચાર્ડસન ઘણાં વર્ષોથી સાથે જ જોવા મળે છે. અને લગ્નની વાત અનેકવાર કરી છે. પણ જાહેરમાં લગ્ન કર્યા હોવાની વાત કરી નથી. પરંતુ હાલમાં એન્ડ્રુ રિચાર્ડસને સોશિયલ મીડિયામાં મેરેજ રિન્યુઅલ કર્યા હોવાની વાત શેર કરી છે. ત્યારે આ ફોટોગ્રાફ અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોતાં તેમનાં લગ્નના પુરાવા બની ગયા છે. નોંધનીય છે કે 6 જુલાઈ 2022ની તારીખ સાથેના મેરેજ સર્ટિફિકેટમાં અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતેનું સ્થળ બતાવાયું છે.

Rajapipla prince marriage

ભારતના ગોહિલ રાજપૂત વંશના 39મા સીધા વંશજ પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલને ખબર હતી કે તે 12 વર્ષની ઉંમરે ગે છે. પરંતુ તે માત્ર ત્રણ દાયકા પછી જ પોતાનું સત્ય જીવી શક્યા. ભારતના પ્રથમ ગે પ્રિન્સ માનવેનદ્ર ગોહિલે એક લોકલ ન્યુઝ પેપરના ઈન્ટરવ્યુમાં ખુલ્લેઆમ સમલૈંગિકતા સ્વીકાર્યું હતું. તેમણે 2006માં એક સ્થાનિક અખબારને આપેલી મુલાકાતમાં 41 વર્ષની ઉંમરે આ વાતનો ખુલાસો કર્યો હતો, જ્યારે ભારતમાં સમલૈંગિકતા ગેરકાયદેસર થઈ હતી.

એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને 12 વર્ષની ઉંમરે આ વાતની ખબર પડી હતી. ત્યાર બાદ તેઓએ લગભગ ત્રણ દાયકા સુધી સામાજિક અને માનસિક ત્રાસનો સામનો કર્યો છે. કારણે કે ભારતમાં સમલૈંગિક કાયદો હતો નહીં તેથી લોકો સમલૈંગિક પુરુષ કે સ્ત્રીને સમાજમાં જીવવા દેતા નથી.

Back to top button