ટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024મનોરંજનવિશેષસ્પોર્ટસ

મનુ ભાકરે અભિનેતા કાર્તિક આર્યનના વખાણ કર્યા, કહ્યું, ‘તમને મેડલ મળવો જોઈએ’

મુંબઈ- 14 ઓગસ્ટ :  બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનની પાછલી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ક્રિટિક્સને ફિલ્મની વાર્તા કહેવાની સાથે સાથે કાર્તિકનું કામ પણ ગમ્યું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી અને ફ્લોપ થઈ ગઈ. પરંતુ હવે ‘ચંદુ ચેમ્પિયન’ને એવી પ્રશંસા મળી છે કે કાર્તિકને આ ફિલ્મ બ્લોકબસ્ટર થઈ ગઈ છે એવી ફિલીંગ આવી હશે.

તાજેતરમાં પૂરા થયેલા પેરિસ ઓલિમ્પિકમાં ડબલ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય શૂટર મનુ ભાકરે ‘ચંદુ ચેમ્પિયન’ જોઈ છે. ફિલ્મ જોયા બાદ તેણે કાર્તિકના વખાણ કરતી એક પોસ્ટ પણ લખી હતી. મનુના વખાણથી કાર્તિક પણ ઘણો ખુશ દેખાતો હતો.

મનુએ કાર્તિકની ફિલ્મ જોઈ
તાજેતરમાં જ ઓલિમ્પિકમાંથી પરત ફરેલી મનુએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘ચંદુ ચેમ્પિયન’ જોતી વખતે એક ફોટો શેર કર્યો હતો. ફિલ્મ અને કાર્તિકના વખાણ કરતા તેણે લખ્યું, ‘આખરે ઓલિમ્પિક સમાપ્ત થઈ ગયું અને ઘરે પહોંચતાની સાથે જ મેં ચંદુ ચેમ્પિયન જોઈ અને આ ફિલ્મ મેં વિચારી હતી તેના કરતાં વધુ રિલેટેબલ બની. તૈયારીઓ, સંઘર્ષો, નિષ્ફળતાઓ… પરંતુ ક્યારેય હાર નહીં માની. કાર્તિક આર્યનને આ ભૂમિકા આટલી સહજતાથી નિભાવવા બદલ અભિનંદન. પોતે રમતવીર હોવાને કારણે, હું જાણું છું કે તે સરળ નથી… ખાસ કરીને તૈયારીનો ક્રમ. આ માટે તમને મેડલ મળવો જોઈએ!!’

કાર્તિકે મનુનો આભાર માન્યો
કાર્તિકે પણ મનુ ભાકરના વખાણ પર પ્રતિક્રિયા આપી હતી. મનુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પ્રશંસા પણ શેર કરી. કાર્તિકે લખ્યું, ‘વાહ!!! આભાર મનુ ભાકર. હું આ મુમેન્ટને સંભાળીને રાખીશ, જ્યારે તમારા જેવા વાસ્તવિક ચેમ્પિયન અમારી મહેનતના ફળની પ્રસંશા કરે છે. દરેક ભારતીયને ગર્વ મહેસુસ કરાવવા માટે ચંદુ ચેમ્પિયન તરફથી પ્રેમ અને આભાર.’

મનુ ભાકરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
મનુએ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. આ પછી મનુએ 10 મીટર એર પિસ્તોલની મિશ્ર સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે તેનો બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી.

કાર્તિકની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ હશે. ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી, તબ્બુ, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન જેવા કલાકારો કામ કરી રહ્યો છે. આ ફિલ્મ દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ ધર્માંતરણ કરવાની સ્વતંત્રતા નથી: અલ્હાબાદ હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

Back to top button