ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

મનુ ભાકરના ડાન્સના દિવાના થયા ફેન્સ: વાયરલ વીડિયોમાં દેખાઈ કેટરીના કૈફની સ્ટાઈલ, જૂઓ

  • મનુ ભાકરે સન્માન સમારંભ દરમિયાન કેટલાક સ્કૂલના બાળકો સાથે ડાન્સ કર્યો 

નવી દિલ્હી, 21 ઓગસ્ટ: ઓલિમ્પિક એથ્લિટ મનુ ભાકર મેડલ જીત્યા બાદ એક મોટી સેલિબ્રિટી બની ગઈ છે. તેણી જ્યાં પણ જાય છે ત્યાં લોકપ્રિય થઈ જાય છે. પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીત્યા બાદ તેનું નામ દેશભરમાં પ્રખ્યાત થયું છે. તેના ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ બદલ તેણીને ચાહકો, પરિવાર અને સેલિબ્રિટી તરફથી ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી છે. પેરિસથી ભારત પરત ફર્યા બાદથી તે ચર્ચામાં છે. મનુ ભાકરનો હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં, મનુ ભાકર એક સન્માન સમારંભ દરમિયાન કેટલાક સ્કૂલના બાળકો સાથે કેટરીના કૈફની ફિલ્મ ‘બાર બાર દેખો’ના પ્રખ્યાત ગીત ‘કાલા ચશ્મા’ પર ડાન્સ કરતી જોવા મળે છે.

 

મનુ ભાકરે એક ઓલિમ્પિક સિઝનમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

‘કાલા ચશ્મા…’ ગીત ગાતી વખતે મનુ ભાકર વિદ્યાર્થીની સાથે તાલ મેળવતી જોવા મળે છે. મનુએ એક જ ઓલિમ્પિક સિઝનમાં બે વ્યક્તિગત મેડલ જીતનાર સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લિટ બનીને ઈતિહાસ રચ્યો છે. ચેન્નાઈની વેલામ્મલ નેક્સસ સ્કૂલ દ્વારા સન્માનિત થયા બાદ મનુએ કહ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત ફર્યા બાદ મારા માટે આત્મવિશ્વાસ પાછો મેળવવો ઘણો મુશ્કેલ હતો. હું વિશ્વની બીજા નંબરની ખેલાડી હતી, પરંતુ મેં તેમાં સારું પ્રદર્શન કર્યું ન હતું.

મનુ ભાકરે આગળ કહ્યું કે, “હું હારીને પછી જીતવાનો સ્વાદ જાણું છું. આ રમતની સુંદરતા છે. જો કોઈ એક સ્પર્ધા આપ હારો છો, તો તમે બીજી જીતી પણ શકો છો. પરંતુ, જો તમે સખત મહેનત કરશો તો જ આ શક્ય બનશે.” યુવા વિદ્યાર્થીઓને કારકિર્દીના વિકલ્પ તરીકે રમતગમતને અપનાવવાનું કહેતાં, 22 વર્ષીય શૂટરે ‘મોટા સપનાં જોવા’ અને ‘સખત મહેનત’ કરવા પર ભાર મૂક્યો હતો.

મનુ ભાકરે કહ્યું કે, “આપણે ખૂબ મહેનત કરવી જોઈએ અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આપણી પાસે કારકિર્દી માટે ઘણા વિકલ્પો છે. તમારે ડોક્ટર કે એન્જિનિયર બનવાની જરૂર નથી. તમે સ્પોર્ટ્સ પણ પસંદ કરી શકો છો.” ઉલ્લેખનીય છે કે, મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર મિક્સ્ડ એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ જૂઓ: ICC રેન્કિંગમાં ભારતીય ટીમનું વર્ચસ્વ, ટોપ 5માં 3 ભારતીય ખેલાડી

Back to top button