ટોપ ન્યૂઝટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

મનુ ભાકર ભારત માટે જીતી શકે છે વધુ એક ઓલિમ્પિક મેડલ, આ દિવસે યોજાશે સ્પર્ધા

Text To Speech
  • મનુ ભાકરે પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિકમાં ભારત માટે બે મેડલ જીત્યા છે. તેની પાસે ત્રીજો મેડલ જીતવાની પણ તક છે. મોટી વાત એ છે કે ભલે તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હોય પરંતુ હવે તે ગોલ્ડ જીતી શકે છે

પેરિસ, 30 જુલાઈ: ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર અત્યારે છવાઈ ગઈ છે. તે આઝાદ ભારતની પહેલી એવી ખેલાડી બની ગઈ છે કે જેણીએ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હોય. પરંતુ આશાઓ હજુ પણ જીવંત છે. મતલબ કે મનુ ભાકર આ ઓલિમ્પિકમાં હજુ એક વધુ મેડલ જીતી શકે છે. હવે મનુની બીજી સ્પર્ધા ક્યારે થશે તે જાણવા માટે તમે ઉત્સુક હશો. તો ચાલો જાણીએ.

મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળીને જીત્યો બ્રોન્ઝ મેડલ

મનુ ભાકરે મંગળવારે ભારતીય ખેલ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બહુવિધ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. 22 વર્ષીય ભારતીય શૂટર મનુએ પેરિસ ઓલિમ્પિકમાં સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અગાઉ તેણીએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ વર્ષે ભારત માટે પહેલો મેડલ જીતનાર એથ્લેટ મનુ ભાકર

મોટી વાત એ છે કે આ વર્ષના ઓલિમ્પિકમાં ભાકરે ભારતની મેડલ ટેલીની શરૂઆત કરી હતી અને તેણીએ સરબજોત સિંહ સાથે બીજા મેડલ પણ જીત્યો હતો, આ પહેલા પીવી સિંધુ એકમાત્ર ભારતીય એથ્લેટ છે જેણે ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. જોકે તેના મેડલ બે અલગ-અલગ વર્ષમાં આવ્યા હતા, પરંતુ મનુએ આ જ ઓલિમ્પિકમાં આ સિદ્ધિ મેળવી છે.

આગામી સ્પર્ધા માટે મનુ ભાકર 2 ઓગસ્ટે ઉતરશે મેદાને

મનુ ભાકરે હજુ 25 મીટર એર પિસ્તોલની સ્પર્ધામાં મેદાને જોવા મળશે. તેથી તેની પાસે ત્રીજો મેડલ જીતવાની તક છે. આ ઇવેન્ટ 2 ઓગસ્ટે યોજાશે. પ્રથમ દિવસે ક્વોલિફાઈંગ ઈવેન્ટ થશે. જો મનુ પ્રથમ દિવસે ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લે છે, તો તેને ફાઈનલ રમવાની તક મળશે, જે બીજા દિવસે એટલે કે 3જી ઓગસ્ટે યોજાશે. 3જી ઓગસ્ટે મનુ ભાકર આ દિવસે ઓલિમ્પિકમાં વધુ એક મેડલ જીતીને ઇતિહાસ રચી શકે છે.

આ પણ વાંચો: ઓલિમ્પિક : મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો

Back to top button