મનસુખ વસાવા-ચૈતર વસાવાની ડિબેટ મોકૂફ,અંતિમ ઘડીએ મનસુખ વસાવાએ કરી પીછે હટ
સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને બે દિવસથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ઓપન ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી હતી. ત્યારે મનસુખ વસાવાએ તેમની આ ચેલેન્જને સ્વીકારીને આ જે સવારે 10 કલાકે રાજપીપળા ગાંધી ચોક ખાતે ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે જાહેર ડિબેટ મોકૂફ થઇ છે. સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં આવવા તૈયાર ન હોવાની વાત કહી છે.
મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થનારી ડિબેટ મોકૂફ
સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે થનારી ડિબેટ મોકુફ રાખવામાં આવી છે.. સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં આવવા તૈયાર ન હોવાથી આ ડિબેટ મોકુફ રાખવામાં આવી છે. આ ડિબેટમાં હાજર રહેવા ચૈતર વસાવા તૈયાર છે. જ્યારે મનસુખ વસાવા ખુલ્લી ડિબેટ કરવા માટે તૈયાર નથી. મહત્વનું છે કે તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ યોજાય એવી સરત કરી હતી.તો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 4 લોકોની વચ્ચે પણ ડિબેટ કરવા તૈયાર થયા છે. જ્યારે સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર નથી. જેથી આ ડિબેટ રદ થઈ છે. અને બીજી બાજુ ડિબેટ રદ થતાં વહીવટી તંત્રને હાશકારો થયો છે.
ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આપી હતી ચેલેન્જ
નર્મદામાં રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેવા આરોપ સાથે મનસુખ વસાવાએ સી.આર.પાટીલને પત્ર લખ્યો હતો.આ પત્રમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આ અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો. જેનો મનસુખ વસાવાએ સ્વીકાર્યો પણ હતો. ગાંધી ચોક ખાતે ડિબેટમાં આવવા ચૈતર વસાવાને આમંત્રણ આપ્યું હતું. ત્યારે છેલ્લી ઘડીએ મનસુખ વસાવાએ ડિબેડ કરવાથી પીછેહટ કરી લીધી છે.ત્યારે આ અંગે ચૈતર વસાવાએ લડી લેવાની તૈયારી બતાવી હતી. અને તેમણે કહુ હતુ કે જો મનસુખ વસાવા આ મામલે જવાબ નહીં આપે તો અમે માનહાનિનો કેસ કરીશું. અને ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે હાઈકોર્ટ સુધી પણ જઈશું.
આ પણ વાંચો : ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, અરજદારે લગાવ્યા આ આરોપ