મનસુખ વસાવાએ સંસદમાં શિક્ષણના મુદ્દે સરકારને નવી યોજના બનાવવા કરી અપીલ


સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઇ ચૂંક્યો છે. જેમાં સાંસદો પોતાના વિસ્તારના પ્રશ્રો સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે આજે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાના વિસ્તારના પ્રશ્રો અંગે રજૂઆત કરી હતી.
મનસુખ વસાવાએ લોકસભામાં આદિવાસી વિસ્તારમાં યુવા વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ આપવા રજૂઆત કરી હતી. આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ વિશે ચિંતા વ્યક્ત કરતા મનસુખ વસાવાએ શિક્ષણથી વંચિત રહેતા આદિવાસીઓના બાળકો માટે યોજના બનાવવાની રજૂઆત કરી હતી.
મનસુખ વસાવાએ વીડિયો કર્યો શેર
મનસુખ વસાવાએ સંસદમાં આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ અંગે રજૂઆત કરતા હોય તેનો વિડીયો આજે મનસુખ વસાવાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. હાલ આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. અને આદિવાસી વિદ્યાર્થીઓના શિશણ મુદ્દે કરેલી મનસુખ વસાવી રજૂઆતને સમર્થન પણ કરી રહ્યા છે.
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) December 16, 2022
મનસુખ વસાવાએ શુ રજૂઆત કરી
મનસુખ વસાવાએ શિક્ષણનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતુ કે “ગુજરાતમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં વિદ્યાર્થીઓ પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી. જેથી છેવાડાના વિદ્યાર્થીઓના વિકાસ માટે અને તેમને મુખ્યધારામાં લાવવા માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખૂબ જરૂરી છે. આજે આપણો દેશ દુનિયાના વિકસીત દેશોને પાછળ છોડીને આગાળ વધી રહ્યો છે. ત્યારે છેવાડાના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ દેશની આ પ્રગતિમાં યોગદાન આપી શકે તેના માટે તેમનું ઉચ્ચ શિક્ષણ ખૂબ જરૂરી છે. અને આ માટે સરકારને હુ આગ્રહ કરુ છુ કે આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે તાત્કાલિક એક નવી યોજના બનાવવામાં આવે”
અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવા અવાર નવાર તેમના નિવેદનોને લઇને ચર્ચામાં આવતા હોય છે. અગાઉ પણ તેમણે અનેક વાર શિક્ષણને મુદ્દે નિવેદન આપ્યા છે. ત્યારે આજે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણ મુદ્દે સરકારને તેમણે રજૂઆત કરી છે.
આ પણ વાંચોરાજ્યમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે હવામાન વિભાગે કરી આગાહી, જાણો વધુ