ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

કોરોનાના વધતા કેસોને લઈ કેન્દ્ર એલર્ટ, માંડવિયા કાલે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક

Text To Speech

દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડ પર છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ વર્ચ્યુઅલ મીટિંગમાં આરોગ્ય વિભાગ, નીતિ આયોગ, NTAGIના અધિકારીઓ પણ ભાગ લેશે. મનસુખ માંડવિયાએ કોરાનાની સ્થિતિ પર કહ્યું કે આપણે સાવધાન રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હાલમાં, દેશમાં ચાલી રહેલા ઓમિક્રોનના પેટા વેરિઅન્ટે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો કર્યો નથી.

દેશમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,335 નવા કેસ નોંધાયા છે, જે બુધવારે નોંધાયેલા કેસો કરતાં લગભગ 20 ટકા વધુ છે. આ છેલ્લા 195 દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની મહત્તમ સંખ્યા છે. અગાઉ ગયા વર્ષે 23 સપ્ટેમ્બરે કોરોનાના 5,383 કેસ નોંધાયા હતા.

કોરોનાના કેસોની વધતી સંખ્યા

છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરાનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 1 એપ્રિલે દેશમાં 2,994 કેસ મળી આવ્યા હતા, 2 એપ્રિલે 3,824 કેસ નોંધાયા હતા. 3જી એપ્રિલે 3,641 અને 4 એપ્રિલે 3038 કેસ નોંધાયા હતા. અને 5 એપ્રિલે 4,435 કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 25,587 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ કોરોના વધતા કેસ વચ્ચે IIT કાનપુરના પ્રોફેસરનો દાવો, દરરોજ આટલા કેસ વધવાનું અનુમાન

સંક્રમણને કારણે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે-બે અને કેરળ અને પંજાબમાં એક-એક દર્દીના મૃત્યુ પછી દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,929 થયો છે. હાલમાં દેશમાં 25,587 લોકો કોરોનાના સંક્રમણની સારવાર હેઠળ છે, જે કુલ કેસના 0.6 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે. દેશમાં કોરોનાનો દૈનિક દર 3.32 ટકા છે અને સાપ્તાહિક દર 2.89 ટકા છે.

Back to top button