ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

મોટાભાગના વિદેશી પ્રવાસી ઓમિક્રોન સબ-વેરિઅન્ટ BF.7ની ચપેટમાં, અત્યાર સુધીમાં 200 પોઝિટિવ

Text To Speech

કોરોનાના વધતા ખતરા વચ્ચે ભારતમાં વિદેશથી આવી રહેલા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ મુસાફરોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામો દર્શાવે છે કે મોટાભાગના મુસાફરોમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7નો ચેપ
જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, અત્યારસુધીમાં 15 લાખથી વધુ હવાઈ મુસાફરોની કોરોનાની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 200થી વધુ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા તેમના
નમૂનાઓ દર્શાવે છે કે ઘણા મુસાફરોમાં BF.7 વેરિઅન્ટ જોવા મળ્યું હતું. અમારી રસીઓ આ વેરિએન્ટ સામે અસરકારક છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

બે દિવસ પહેલા એટલે કે સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં તમામ ઓમિક્રોન સબ-વેરિઅન્ટની હાજરી જોવા મળી છે. 29 ડિસેમ્બર, 2022 અને 7 જાન્યુઆરી, 2023 વચ્ચે લેવામાં આવેલા 324 કોવિડ પોઝિટિવ નમૂનાઓના ‘સેન્ટિનલ સિક્વન્સિંગ’ દ્વારા
આ બહાર આવ્યું છે.

international passengers
international passengers

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 171 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 2,342 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સવારે આઠ વાગ્યા સુધીના આંકડા અનુસાર દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,80,386 થઈ ગઈ
છે, જ્યારે મૃત્યુઆંક 5,30,722 પર છે.

અત્યાર સુધીમાં રસીના 220.15 કરોડ ડોઝ અપાયા

દેશમાં કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા વધીને 4,41,47,322 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.15 કરોડ ડોઝ આપવામાં
આવ્યા છે.

Back to top button