કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા બરડા ડુંગર નેસમાં વસતા માલધારી મતદારોને મળ્યા

Text To Speech

પોરબંદર, 30 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર ધુંવાધાર રીતે થઈ રહ્યો છે. પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નેતા લલિત વસોયા વચ્ચે થઈ રહ્યો છે. બીજી તરફ આ બેઠક પર કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવાથી વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યારે ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યાં છે. આજે મનસુખ માંડવિયા બરડા ડુંગર નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી મતદારોને મળવા પહોંચ્યા હતાં. તેમણે એક્સ પર એક વીડિયો પણ શેર કર્યો છે.

આ મુલાકાત હંમેશા યાદ રહેશે…‘ખમ્મા મારા બરડા નેસને..!!
ડૉ. મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો શેર કરીને લખ્યું કે “આપણી દુનિયાથી ખૂબ દૂર બરડા ડુંગર જંગલ સાતવીરડા નેસમાં વસતા પોરબંદર લોકસભાના મારા મતદારોને મળવા ગયેલ. કુદરતના ખોળે, અપાર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ આ નેસના લોકોએ આપેલ પ્રેમ અને આતિથ્ય માટે કાયમી ઋણી રહીશ.આજની આ મુલાકાત હંમેશા યાદ રહેશે…‘ખમ્મા મારા બરડા નેસને..!!

દેશી પદ્ધતિનું વલોણું ચલાવીને છાશ પણ વલોવી હતી
ડૉ. મનસુખ માંડવિયાએ જંગલના માલધારી લોકોની જીવનશૈલી મુજબ જ ભોજન અને આતિથ્ય માણ્યું હતું. માલધારી લોકોની સાથે જમીન પર બેસી તેઓની દેશી પદ્ધતિ મુજબ ભોજન લીધું હતું. તેમણએ જૂની દેશી પદ્ધતિનું વલોણું ચલાવીને છાશ પણ વલોવી હતી. માલધારી સમાજ સાથે ડૉ. મનસુખ માંડવિયા ખુબજ સાદગી પૂર્વક મળતા જંગલમાં વસતા માલધારીઓ ખુશ થયા હતાં. ડૉ મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા X પર શેર કરેલ વીડિયોમાં જંગલનું અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ‘મોહબ્બતની દુકાન’માં ફેક વીડિયો વેચાવા લાગ્યા છે: PM મોદીએ કોંગ્રેસને ઘેરી

Back to top button