અમદાવાદગુજરાત

અમદાવાદમાં RTO,માનસી વિંગ્સ હોન્ડા,AMC અને રેડિયો વનનું રોડ સેફ્ટી અવેરનેસ અભિયાન

Text To Speech

અમદાવાદઃ આજનો માનવી સતત સમય સાથે કદમ મિલાવવા માટે મથી રહ્યો છે. સતત ભાગતો માનવી વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું ટાળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ સરકારી આંકડા મુજબ ભારતમાં દર વર્ષે 1.50 લાખ લોકો ફક્ત માર્ગ અકસ્માતમાં જ પોતાનો જીવ ગુમાવે છે. આપણે જોઈએ છે કે, ઓવરસ્પિડ અને વાહન ચલાવવાના નિયમોનું યોગ્ય પાલન ન કરવાથી મોટાભાગના માર્ગ અકસ્માત થાય છે.

આથી વાહનચાલકોની સલામતીને ધ્યાને લઈ માનસી વિંગ્સ હોન્ડા,અમદાવાદ આરટીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેડિયો વનના સંયુક્ત ઉપક્રમે આજે CTM ચાર રસ્તાથી રોડ સેફ્ટી જાગૃત્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન સવાર-સાંજ બંને સમયે CTM,ખોખરા સર્કલ, મેમ્કો ચાર રસ્તા, રખિયાલ ચાર રસ્તા, જસોદાનગર ચોકડી અને રબારી કોલોની ખાતે હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, સલામત રીતે વાહન ચલાવવા અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવા પ્રોત્સાહિત કરાયા હતા.

બંદર અને પરિવહનના એડિ.ચીફ સેક્રેટરી એમ.કે. દાસ

એડિ.ચીફ સેક્રેટરી એમ.કે. દાસે શું કહ્યું જાણો: રોડ સેફટી અવેરનેસ અભિયાન અંગે જણાવતા બંદરો અને વાહનવ્‍યવહાર વિભાગના એડી. ચીફ સેક્રેટરી એમ. કે દાસે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી એ તમામ પગલાંનો ઉપયોગ કરીને માર્ગ અકસ્માતોનું નિવારણ કરે છે. વર્તમાનમાં પરિવહન પ્રણાલીએ અંતરો તો ઘટાડી દીધા છે પણ બીજી તરફ જીવના જોખમમાં વધારો કર્યો છે. માર્ગ સલામતી સાથે કામ કરવા માટે બહુપક્ષીય વ્યૂહરચનાની જરૂર છે. જેમાં શિક્ષણ, એન્ફોર્સમેન્ટ, એન્જિનિયરિંગ અને ઈમજન્સી કેર દ્વારા હસ્તક્ષેપ જરૂરી છે. માર્ગ સલામતીમાં ડ્રાઇવરની વર્તણૂક સૌથી અગત્યની છે. ઓવરસ્પીડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને અન્ય કારણોસર જોખમી ડ્રાઇવિંગને કારણે દર વર્ષે ઘણા અકસ્માતો થાય છે. આ બાબતોમાં લોકોને જાગૃત કરવાની જરૂર છે. જેની માટે ગુજરાતના અન્ય વિભાગો વિવિધ પગલાં લઇ રહ્યા છે. જેમકે એન્ફોર્સમેન્ટ માટે સ્પીડ કૅમેરાસ અને ઇન્ટરસેપ્ટર વેન મુકવામાં આવેલા છે. નાના બાળકોને રોડ સેફટી વિષે જાગૃત કરવા બદ્લ પાઠ્યક્રમમાં રોડ સેફ્ટીનો વિષય દાખલ કરવા અંગે અહેવાલ પણ તૈયાર કર્યો છે.

આ ઉપરાંત એમ. કે દાસે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે RTOની 20 જેટલી સેવાઓ ફેસલેશ કરવાનો નિર્ણય કર્યો છે. આ સેવાનો સૌથી મોટોલાભ વિદેશ જતા નાગરિકોને થશે. જેમણે એક જ દિવસમાં ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ ઈશ્યુ કરવામાં આવશે. આ સેવાને લીધે અંદાજિત 30 લાખ અરજદારો ઘરે બેઠા આધાર કાર્ડ બેઝ ઈ-કેવાયસી ફેસલેશ સેવાનો લાભ મેળવી શકશે. અરજદારની ખરાઈ કરવા માટે આધાર કાર્ડના ઓટીપીનો ઉપયોગ કરવામાં આવશે. અરજદાર દ્વારા જરૂરી ફી ભરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી સીધી જ RTO કચેરીને ફેસલેશ કાઉન્ટર પર ઉપલબ્ધ થશે. અરજદારે આરટીઓ કચેરી સુધી ધક્કા ખાવા નહી પડે.

રોડ સેફ્ટી કમિશનર હર્ષદ વોરાએ શું કહ્યું જાણો
રોડ સેફ્ટી અવેરનેસ અભિયાન અંગે જણાવતા રોડ સેફ્ટી કમિશનર હર્ષદ વોરાએ જણાવ્યું કે, અકસ્માત બાદ કોઈને કંઇ સમજાતું નથી, દુર્ઘટના બાદ વ્યક્તિ પોતાની સૂઝબુઝ ગુમાવી દે છે. આવા સંજોગોમાં મન શાંત કરો અને મદદ કરવાનો પ્રયાસ કરો અને અન્યની પણ મદદ લો. ઈજાગ્રસ્તોને બને એટલી જલદી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કરો. નાના બાળકોથી માંડી વડીલો સુધી સૌ કોઈ રોડ સેફ્ટી અવેરનેસ અભિયાનનો ભાગ બને એ હેતુથી ધો. 6થી11માં રોડ સેફ્ટીનો વિષય દાખલ કરવા અંગે અમે અહેવાલ પણ તૈયાર કર્યો છે.

રોડ સેફ્ટી અવેરનેસ અભિયાનમાં ઋતુરાજ દેસાઈ,આરટીઓ અમદાવાદ, કનકસિંહ પરમાર,એઆરટીઓ વસ્ત્રાલ અને જયદીપ ત્રિવેદી, ડિરેક્ટર-માનસી વિંગ્સ હોન્ડા અને અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. તમામ ટુ વ્હીલર ચાલકોને ફૂલો અને સલામતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Back to top button