મનોજે મહાકાલના દર્શન કર્યા, તો જ્હાનવી-રાજકુમારે ગંગા ઘાટ પર આરતી કરી!
- ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયી બાબા મહાકાલના દરબારમાં જ્યારે અભિનેત્રી જ્હાન્વી કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ તેમની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશન માટે વારાણસી પહોંચ્યા
21 મે, મુંબઈઃ બોલિવૂડની હસ્તીઓ અવારનવાર પોતાની ફિલ્મની સફળતાની પ્રાર્થના કરવા ભગવાનના શરણે જતી હોય છે. બોલિવૂડ સ્ટાર્સ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળે છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં રોજ ભક્તો અને સેલિબ્રિટીઝની ભીડ જોવા મળે છે. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયી પણ આજે સવારે બાબા મહાકાલના દર્શન કર્યા અને તેની આગામી ફિલ્મ ‘ભૈયા જી’ની સફળતાની કામના કરી, તો બીજી તરફ બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ તેમની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી‘ના પ્રમોશન માટે વારાણસી પહોંચ્યા અને વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર થતી ગંગા આરતીમાં સામેલ થયા. આ દરમિયાન આ બંને ભક્તિમાં લીન દેખાયા હતા.
મનોજે કરી નંદી હોલથી પૂજા
મનોજ બાજપેઈએ મંદિરના નંદી હોલથી બાબા મહાકાલની પૂજા-અર્ચના કરી અને આશીર્વાદ લીધા. આ દરમિયાન તેણે નંદી હોલથી બાબા મહાકાલનું પૂજન અને અભિષેત કર્યો. આ દરમિયાન મનોજે આવનારી ફિલ્મ ‘ભૈયા જી’ ની સફળતા માટે બાબા મહાકાલને પ્રાર્થના પણ કરી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન મનોજે કહ્યું કે, ખૂબ જ કમાલનો અવસર છે. બાબા મહાકાલે અમને બોલાવ્યા છે. અમે તેમના દર્શન કર્યા અને ખૂબ સારું લાગ્યું. શું માંગ્યું એ નહીં કહું, પણ હા ‘ભૈયા જી’ની સફળતા માટે પ્રાર્થના જરૂર કરી.
રાજકુમાર-જ્હાનવીએ કરી આરતી
બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ને લઈને ચર્ચામાં છે. આ જોડી બીજી વખત પડદા પર સાથે જોવા મળશે. જ્હાનવી અને રાજકુમારે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર આયોજિત ગંગા આરતીમાં ભાગ લીધો હતો. બંનેએ ગંગા આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મહંત અને પંડિતો સાથે ઘાટ પર આરતી કરી હતી. કાશી આવેલા જ્હાન્વી અને રાજકુમારને જોવા માટે ચાહકોની સખત ભીડ ઉમટી હતી અને લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. બંને સેલેબ્સના કાશી દર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચોઃ દેખ રહે હો, કાન્સ પહોંચ્યો બિનોદ ફિલ્મનો જલવો: દર્શકોએ 10 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું