ટ્રેન્ડિંગનેશનલ

CM એકનાથ શિંદેએ ફડણવીસની ભાષા ન બોલવી જોઈએ: મનોજ જરાંગે

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 26 ફેબ્રુઆરી: મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે મહારાષ્ટ્ર સરકારને અનામત લાગુ કરવાના મુદ્દે ફરીવાર આડે હાથે લીધા છે.  મનોજ જરાંગે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસની વાત ન સાંભળવી અને સમજાવવું જોઈએ કે કુણબી મરાઠાઓના ‘સગા-સંબંધીઓ’ પર શા માટે નોટિફિકેશન લાગુ કરવામાં આવી રહ્યું નથી. જરાંગેની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું કે, કાર્યકર્તાઓએ તેમની સરકારની ધીરજની પરીક્ષા ન લેવી જોઈએ. એટલું જ નહીં, તેમણે ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ફડણવીસ પર જરાંગે હત્યાનો આરોપ લગાવ્યો

જરાંગે રવિવારે જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં આરોપ લગાવ્યો હતો કે ફડણવીસ તેમને “મારવાનો” પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે તેઓ મુંબઈ સુધી કૂચ કરશે અને નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન બહાર વિરોધ-પ્રદર્શન કરશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેને ‘સેલાઈન’ આપીને ઝેર આપવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

હજુ સુધી કેમ નોટિફિકેશન જારી કરાયું નથી: મનોજ જરાંગે

CM શિંદેની વાત પર જરાંગે કહ્યું કે, તેમણે જણાવવું જોઈએ કે, સગા-સંબંધીઓ માટે આરક્ષણની સૂચના શા માટે લાગુ કરવામાં આવતી નથી. હું તેમનો ખૂબ જ આદર કરું છું. તેમણે ઉપ મુખ્યમંત્રીને સાંભળવું જોઈએ નહીં, ન તો તેમની (ફડણવીસની) ભાષા બોલવી જોઈએ નહીં. કાર્યકર્તા જરાંગે આગળ કહ્યું કે, મરાઠા સમુદાય કરતા કોઈ મોટું નથી. તેમણે આગળ સવાલ કર્યો કે, સીએમની જવાબદારી હતી તેઓ મરાઠાઓ માટે નોટિફિકેશનનો અમલ કરે અને કુણબી જાતિના પ્રમાણપત્રો જારી કરવાના ગેઝેટને પુરાવા તરીકે લેવાનું વિચારે. જો કે, પ્રમાણપત્રોનું વિતરણ અટકાવી દેવાયું છે. અમને લાગતું હતું કે, તમે એક યોગ્ય મુખ્યમંત્રી છો. હું પ્રામાણિક છું અને મને હવે વધારે ના બોલાવશે. હું આવી રહ્યો છું, મુંબઈ માટે.

આ પણ વાંચો: ‘મારી હત્યા કરાવી શકે છે ‘: મરાઠા આરક્ષણનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેનો દેવેન્દ્ર ફડણવીસ આરોપ

Back to top button