- મહેસુલી કચેરીઓમાં જમીનને લઈ થતી કટકીના ચક્રનો અંત આવશે
- મનોજ દાસ બદલીઓ કરીને વિભાગને ચોખ્ખું કરી રહ્યા છે
- એક જ જગ્યાએ ચીપકી રહેલા અધિકારીઓને કચવાટ શરૂ
ગુજરાતના અધિક મુખ્ય સચિવ-ACS મનોજ દાસે જ્યારથી મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળ્યો ત્યારથી રાજ્યના કલેકટોરેટ અને પ્રાંત- મામલતદાર કચેરીઓમા પેન્ડિંગ ફાઇલોના નિકાલને લઈને તેઓ સતત રિપોર્ટિંગ માંગતા રહ્યા છે. એથી દરરોજ સવાર પડે એવુ જ કલેક્ટરોના વોટ્સેપ ગ્રુપમાં તેમનો આદેશ કે સુચના વાંચતા જ મામલતદારોથી લઈને નીચે સર્કલ ઓફ્સિર સુધીના તંત્રમા ઘણાની ચા જ બગડતી રહી છે.
મહેસુલ સચિવ બન્યા બાદ મનોજકુમાર દાસે સાફ સુફીનો અભિયાન શરૂ કર્યું
મનોજ દાસે જમીન દફતર કચેરીમાં બદલી અને બળતીના હુકુમ કર્યા મહેસુલ સચિવ બન્યા બાદ મનોજકુમાર દાસે સાફ સુફીનો અભિયાન શરૂ કર્યું છે એક સાથે ઘણી બધી વખત બદલી કરી નાખ્યા બાદ હવે તેમને જમીન દફતર કચેરીઓમાં પણ સપાટો બોલાવી દીધો છે વર્ગ ત્રણ કચેરીઓ સિનિયર સર્વેયરને વર્ગ બે તરીકે બડતી આપી તેમની બદલી કરવામાં આવી છે. ઉપરાંત DCLR કચેરીના જો વર્ગ બે અધિકારીઓને બદલી નાખ્યા છે લાંબા સમયથી એક જ જગ્યાએ ચીપકી રહી સેટ થઈ ગયેલા અધિકારીઓને બદલીને સફાઈનો વધુ એક રાઉન્ડ ચલાવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતનો વિદાય પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કયા થશે મેઘમહેર
મહેસુલી કચેરીઓમાં જમીનને લઈ થતી કટકીના ચક્રનો અંત આવશે
હજુ પણ તેઓ સતત આ રીતે બદલીઓ કરીને વિભાગને ચોખ્ખું કરી રહ્યા છે હમણાં હમણાં મહેસુલી કચેરીઓમાં ગિયરની ફરિયાદ પણ ઓછી થઈ હોવાનું સરકારના ધ્યાનમાં આવી રહ્યું છે હજુ દાસજીની શરત અને નવી શરતની જમીનને લઈ થતી કટકીના ચક્રનો અંત લાવવા કાયદામાં સુધારો કરવા માટે પણ તૈયાર છે. વાત જાણે એમ છે કે ACS મનોજ દાસે અરવલ્લી, આણંદ, ખેડા, તાપી અને ભાવનગર એમ ચાર જિલ્લા કલેક્ટરોને શરતફેરના કેસો પૂર્ણ કરતા અભિનંદન આપ્યા હતા. તે સિવાય રાજ્યમા 15 દિવસથી વિલંબિત હોય તેવા ખેડૂત સર્ટિફ્કિેટનો એક પણ કેસ પેન્ડિંગ ન રહેવા બદલ સૌને અભિનંદન આપતા કાયમ ઠપકો ખાવા ટેવાયેલા છે તેવા કલેકટરોમાં આજે સૂરજ ક્યાંથી ઉગ્યો તેવી સ્તબ્ધતા પ્રસરી હતી.
આ પણ વાંચો: જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાને જોવા એક સાથે 20 હજાર લોકો ઉમટી પડતા અફરાતફરી
અધિકારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે
મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અને કામચોરીને દૂર કરવા માટે મનોજ દાસે એક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનમાં મહેસુલ વિભાગમાં વર્ષોથી ધૂળ ખાઇ રહેલી ફાઇલોને આગળ ધપાવવાનું કામ કરવાની સાથે-સાથે ભ્રષ્ટાચાર પર પંજો મારવામાં આવ્યો છે. અધિકારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ ફાઈલ ખોટી રીતે અટકાવી જોઇએ નહીં. તો બીજી તરફ આવેદનકર્તાઓને પણ સૂચનો આપવામાં આવ્યા છે કે, કોઈપણ અધિકારી ઘૂસ માગે તો સીધો જ સીએમ ઓફિસ કે ACSનો કોન્ટેક્ટ કરી દેવો. આમ મહેસુલ વિભાગની કાયાપલટ કરવા માટે મનોજ દાસ રાત-દિવસ એક કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ- ACS તરીકે મનોજ દાસને નિયુક્ત કર્યા હતા ત્યારે આવતાની સાથે જ તેમને માત્ર એક જ દિવસમાં 109માંથી 100 Dy.Soને મેમો ફટકારી દેતા મહેસુલ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો.