ટ્રેન્ડિંગમનોરંજન

કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા-3માં મંજુલિકાની એન્ટ્રી કન્ફર્મ

Text To Speech
  • આ વર્ષે દર્શકોને ‘ભૂલ ભુલૈયા 3’ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થશે. ફિલ્મનો હીરો કાર્તિક આર્યન છે. ડિરેક્ટર અનીસ બઝમીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં વધુ એક્સાઈટમેન્ટ નાંખવામાં આવશે.

મુંબઈ, 17 જાન્યુઆરીઃ વર્ષ 2022માં મોટા પરદા પર અને ઓટીટી પર કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયાએ ખૂબ ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં કાર્તિક સાથે કિયારા અડવાણી અને તબ્બુએ કામ કર્યું હતું. રાજપાલ યાદવ એક વખત ફરી છોટે પંડિતના રોલમાં જોવા મળ્યો હતો. ખૂબ જ જલ્દી હવે ભૂલ ભુલૈયા-3 આવવાની છે.

આ વર્ષે દર્શકોને ‘ભૂલ ભુલૈયા 3’ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થશે. ફિલ્મનો હીરો કાર્તિક આર્યન છે. ડિરેક્ટર અનીસ બઝમીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં વધુ એક્સાઈટમેન્ટ નાંખવામાં આવશે. તેમાં ઘણા ટ્વિસ્ટ પણ હશે. અભિનેત્રી વિદ્યા બાલન આ ફિલ્મનો ભાગ હશે. તે ફિલ્મમાં મંજુલિકાના રૂપમાં કમબેક કરશે. ફિલ્મના મેકર્સ તેને વધુ રોમાંચક બનાવવામાં કોઈ કમી રાખવા માંગતા નથી. વિદ્યા બાલને મંજુલિકાના રોલમાં ધુમ મચાવી હતી. હવે ફરી જ્યારે વિદ્યા બાલનને આ ફિલ્મની ઓફર થઈ છે ત્યારે તે પણ અત્યંત ઉત્સાહિત છે.

કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા-3માં મંજુલિકાની એન્ટ્રી કન્ફર્મ hum dekhenge news

ફિલ્મની હિરોઈન કોણ હશે?

ફિલ્મની હિરોઈનના નામની હજુ સુધી જાહેરાત થઈ નથી. રિપોર્ટ્સ અનુસાર સારા અલી ખાન આ ફિલ્મમાં કાર્તિક સાથે જોવા મળી શકે છે. જોકે, મેકર્સ હાલમાં આ રોલને લઈને અલગ-અલગ કલાકારો સાથે વાતચીત કરી રહ્યા છે. હજુ હિરોઈન ફાઈનલ થઈ નથી. મેકર્સ એવી અભિનેત્રીની શોધમાં છે જે વિદ્યા બાલન સામે ટકી શકે. જો બધું બરાબર રહ્યું તો ‘ભૂલ ભુલૈયા 3’ આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં તેની લીડ એકટ્રેસ મેળવી લેશે.

ભૂલ ભુલૈયા 3 આ દિવસે રિલીઝ થશે

‘ભૂલ ભુલૈયા’ ફ્રેન્ચાઈઝીની વાત કરીએ તો પહેલી ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. તેમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને શાઈની આહુજા જોવા મળ્યા હતા. બીજી ફિલ્મ 2022માં આવી હતી, જેમાં કાર્તિક અને કિયારાની જોડી જોવા મળી હતી. તબ્બુએ આમાં ડબલ રોલ કર્યો હતો. તે મંજુલિકા સાથે અંજુલિકાની ભૂમિકામાં જોવા મળી હતી, જે જોડિયા બહેનો હતી. ‘ભૂલ ભુલૈયા 3’ની રિલીઝ ડેટ દિવાળી 2024 માટે નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ટ્વિંકલ ખન્નાએ આ ઉંમરે કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન, અક્ષયે પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી

Back to top button