ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરાની માંજલપુર બેઠક પર જામશે જંગ: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

Manjalpur Bypoll: વડોદરાની પ્રતિષ્ઠિત 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક માટે સત્તાધારી પક્ષ ભાજપ બાદ હવે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે આ હાઈપ્રોફાઈલ બેઠક પરથી પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ટિકિટ આપીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે.

ભાજપે સંગઠનના મજબૂત નેતા સતીષ પટેલ પર ખેલ્યો દાવ

આ અગાઉ 9 જુલાઈના રોજ ભાજપે હાઈકમાન્ડ સ્તરેથી સતીષ ગોવિંદભાઈ પટેલના નામની જાહેરાત કરી હતી. સતીષ પટેલ વડોદરાના રાજકારણમાં મોટું નામ છે. તેઓ વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા હોવાને કારણે પક્ષે તેમના પર ભરોસો મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન આ એક જ બેઠક માટે રેકોર્ડબ્રેક 104 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પેટાચૂંટણીનું ઓફિશિયલ શિડ્યુલ અને રાજકીય સમીકરણો

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, 14 મી જુલાઈએ ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, 16 મી જુલાઈ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે. 16 મી જુલાઈ સાંજ પછી ચૂંટણી લડનારા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. માંજલપુર બેઠક પરંપરાગત રીતે ભાજપનો અભેદ ગઢ ગણાય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મજબૂત વ્યુહરચના સાથે ભાજપને કાંટાની ટક્કર આપવા તૈયાર છે. બંને પક્ષોના ઉમેદવારોના નામ જાહેર થતાં જ આગામી દિવસોમાં અહીં પ્રચાર યુદ્ધ પૂરજોશમાં શરૂ થશે.

આ પણ વાંચો: AI ટેક્નોલોજીની મદદથી આણંદ હત્યા કેસ ઉકેલાયો, પથ્થર મારી હત્યા કરનાર ઝડપાયો

Back to top button