મનિષા કોઈરાલાએ ઉઠાવ્યો પ્રશ્નઃ નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું, કોણે કાવતરું કરીને બદલી નાખ્યું?
કાઠમંડુ, 9 મે: બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી મનિષા કોઈરાલા નેપાળની સામાન્ય ચૂંટણીમાં પ્રચાર કરશે તેવી માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આપી છે. જેમાંં ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તે નેપાળની ચૂંટણીમાંં RPP (રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી) માટે પ્રચાર કરશે અને શુક્રવારે પાર્ટીની બે રેલીઓને સંબોધિત કરશે. તેમજ કોઈરાલાએ કહ્યું કે નેપાળમાં પ્રગતિશીલ રાજનીતિના નામે રાષ્ટ્રવાદી દળોના બહિષ્કારથી દેશને મોટું નુકસાન થયું છે. એક ઇન્ટરવ્યુમાં આપેલા આ સ્ટેટમેન્ટ હાલમાંં ખૂબ વાયરલ થયું છે.
WATCH – pic.twitter.com/LmABGSEea0
— Times Algebra (@TimesAlgebraIND) May 8, 2024
મનીષા કોઈરાલા નેપાળના રાજપરિવારમાંંથી આવે છેે
મનિષા કોઈરાલા 1990 થી 2000 સુધી બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રહી છે. તેણે બોમ્બે, ખામોશી, દિલ સે અને સૌદાગર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, મનિષા પણ નેપાળના રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મનિષા કોઈરાલાના પરદાદા નેપાળના મોટા ઉદ્યોગપતિ હતા. સાથે જ મનિષાના દાદા કોઈરાલા નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે. આ સિવાય તેના પિતા પણ નેપાળ સરકારમાં મંત્રી છે.
નેપાળમાંં ચૂંટણી પ્રચાર માટે કરી જાહેરાત
નેપાળમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે તે અગાઉ મનિષા કોઈરાલાએ નેપાળમાંં RPP માટે પ્રચાર કરશે. પ્રખ્યાત અભિનેત્રી મનિષા કોઈરાલાએ કહ્યું કે જ્યારે નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું ત્યારે તે ખૂબ જ સમૃદ્ધ હતું. તે અમારી શ્રેષ્ઠ ઓળખ હતી જ્યારે અમે વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતા. નેપાળની હિન્દુ રાષ્ટ્રની ઓળખ બદલવામાં કાવતરું થયું છે તેમ જણાવી આ અભિનેત્રીએ નેપાળનેે ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે હિંદુ તરફી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી માટે પ્રચાર કર્યો હતો.
આ પણ વાંચો: Heeramandiનો ફર્સ્ટ લૂક આઉટ, સોનાક્ષી સિન્હા અને મનીષા કોઈરાલાનો શાહી અંદાજ